અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કપલે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘અમે હવે ત્રિપુટી બનવા જઈ રહ્યા છીએ.’ આ પોસ્ટ જોઈને ફેન્સને એવું લાગી રહ્યું હતું કે, પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી જ આ કપલ માતા-પિતા બનશે. ઘણા સાથી કલાકારોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પરંતુ હકીકતમાં આ ‘ગુડ ન્યૂઝ’ તેમનો નવો બિઝનેસ વેન્ચર છે. મલ્હાર અને પૂજાએ હવે પોતે જ ખુલાસો કર્યો છે કે તેઓ અમદાવાદમાં એક નવો કેફે શરૂ કરી રહ્યા છે. ફેન્સને લાગ્યું હતું કે, તે તેમના પરિવારમાં કોઈ નવા મહેમાનના આગમન વિશે છે, પરંતુ જાણમાં આવ્યું કે ‘ત્રિપુટી’નો ઈશારો મલ્હાર, પૂજા અને તેમના નવા કેફે તરફ હતો. આ રીતે ‘ગુડ ન્યૂઝ’ના બહાને આ કપલે નવા કેફેની અનોખી જાહેરાત કરી છે.

https://www.instagram.com/reel/DLWs3d6yME6/?utm_source=ig_embed&ig_rid=6d5fbf47-18e7-48d2-9151-0a412a9b5089

આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યુઝ શેર કરતા લખ્યું કે, તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે! અમારા દિલ ઉત્સાહથી છલકાઈ રહ્યા છે કે આખરે અમારા બાળકનું અનાવરણ થશે અને સ્વપ્ન સાકાર થવામાં મદદ મળશે: @Kooffeecafe – એક હૂંફાળું કાફે જે કોફીના જાદુ અને ગુજરાતી સિનેમાના સમૃદ્ધ વારસાને હૃદયપૂર્વક સેલિબ્રેટ કરશે. આ અદ્ભુત નવા પ્રકરણની શરૂઆત કરતી વખતે અમારી સાથે ઉજવણી કરો. તમારા સમર્થનનો અર્થ વિશ્વ છે.

આ પોસ્ટમાં મલ્હાર અને પૂજાએ તેમના કેફેનું સરનામું પણ શેર કર્યું છે. ફેન્સને 28 જુને તેમના જન્મદિવસે Meet & Greet માટે આવવાનો આગ્રહ પણ કર્યો છે. સાથે જ લખ્યું છે કે, ‘મજામાં જોડાઓ, પ્રેમ વહેંચો, અને ચાલો નવી શરૂઆત (અને સ્વાદિષ્ટ કોફી!) ની શુભેચ્છા પાઠવીએ. અમે તમને ત્યાં જોવા માટે ઉત્સુક છીએ!’

Leave a Reply

Your email address will not be published.