અમેરિકાના અર્થતંત્ર સાથે સંકળાયેલ પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP અને બેરોજગાર આંકડા સામે આવ્યા છે.જેમાં આર્થિક સુસ્તી અને માંગમાં ઘટાડો થયાના સંકેત સ્પષ્ટપણે જોવા મળ્યા છે.બેરોજગારીના આંકડામાં રાહત જણાય છે પણ તેના આધારે કેટલીક ચિંતાજનક તસવીરનો અંદાજ દર્શાવવામાં આવે છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ -0.5 ટકા રહ્યો છે, અલબત અગાઉથી -0.2 ટકાનો અંદાજ હતો. બીજી બાજુ GDP પ્રાઈઝ ઈન્ડેક્સ 3.8 ટકા રહ્યો છે, જે 3.7 ટકાના અંદાજથી વધારે છે. GDP સેલ્સ -3.1 ટકા રહ્યો હતો, જે -0.2 ટકા અનુમાન હતું, જોકે મૂળ આંકડા તેનાથી વધારે ઘટાડો દર્શાવે છે.
બેરોજગારીના આંકડા જોઈએ તો બેરોજગારી 2.36 લાખ છે, જે ગયા સપ્તાહમાં આ આંકડા 2.46 લાખ હતી, એટલે કે 10,000 ઓછા હોવાનો દાવો સામે આવ્યા છે.
જો GDP વૃદ્ધિ -0.5% હોય તો તેનો અર્થ એ થાય કે:- દેશની આર્થિક પ્રવૃત્તિમાં પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 0.5%નો ઘટાડો થયો છે. તેમાં શામેલ હોઈ શકે છે, કંપનીઓનું ઉત્પાદન ઓછું છે. સ્ટોર્સમાં વેચાણ ઘટી રહ્યું છે, લોકો ઓછો ખર્ચ કરી રહ્યા છે.

Leave a Reply