સતત ઘટી રહી છે. પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બનનું શું મહત્વ છે? જમીનમાં સેન્દ્રીય કાર્બન જમીનના સારા સ્વાસ્થ્યનું એક મુખ્ય તત્વ છે. અને આબોહવા પરિવર્તન, ખોરાક અને પોષણની અસુરક્ષાઓ અને અન્ય પર્યાવરણીય ચિંતાઓ સામેન લડવા માટેનું એક નવું શસ્ત્ર છે. પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન હોય છે.
સેન્દ્રીય કાર્બન વિશે જાણો
સેન્દ્રીય કાર્બન એ કાર્બન છે જે સજીવો દ્વારા ઉત્પાદિત કોઈપણ સામગ્રીના આંશિક વિઘટન પછી જમીનમાં રહે છે. તે જમીનના કાર્બનિક પદાર્થોનો મુખ્ય ઘટક છે. એવી ધારણા છે કે, તે જમીનના ઘણા કાર્યો અને ઇકોલોજીકલ ગુણધર્મો માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ, સ્થાનિક ઇકોલોજી, આબોહવાની સ્થિતિ, જમીનનો ઉપયોગ અને વ્યવસ્થાપન પર આધાર રાખે છે. ઓર્ગેનિક કાર્બન મુખ્યત્વે ટોચની જમીનમાં વધારે હોય છે. જમીનમાં રહેલા કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં રહેલા કાર્બનની માત્રા કરતા બમણું હોય છે.
સેન્દ્રીય કાર્બનનો ઉપયોગ
જેમ જેમ જમીનમાં સંગ્રહિત કાર્બન વધે છે તેમ તેમ લિંચિંગ અને ધોવાણ દ્વારા પોષક તત્વોના નુકશાનનું જોખમ ઘટે છે. જ્યારે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે ત્યારે તે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. જે છોડના વિકાસ માટે વધુ સારી આબોહવાની સ્થિતિ પુરી પાડે છે. જમીનમાં સેન્દ્રિય કાર્બનમાં વધારો થવાથી વધુ સ્થિર કાર્બન ચક્રનું નિર્માણ થાય છે અને એકંદરે કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય છે.

Leave a Reply