ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો, મળ્યો છે આ ખાસ નંબર

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો, મળ્યો છે આ ખાસ નંબર

Axiom-4: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો છે. સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનથી મોકલેલા સંદેશમાં તેમણે કહ્યું- અવકાશમાંથી આપ સૌને નમસ્તે. હું અહીં બાળકની જેમ શીખી રહ્યો છું. હું અવકાશયાત્રી 634 છું. અહીં આવવું મારા માટે એક સૌભાગ્યની વાત છે.

આગામી 14 દિવસ અદ્ભુત રહેશે
શુભાંશુ શુક્લાએ કહ્યું, અવકાશમાં આગામી 14 દિવસ અદ્ભુત રહેવાના છે. જ્યારે હું આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં પ્રવેશ્યો અને મારી ટીમને મળ્યો, ત્યારે મારું સ્વાગત એવું થયું કે જાણે મારા ઘરના દરવાજા ખુલી ગયા હોય. તેમણે વધુમાં કહ્યું, હું એવા લોકોમાંનો એક છું જેમને અવકાશમાંથી પૃથ્વી જોવાની તક મળી છે.

અંતરિક્ષમાં આવવું ઘણું જ શાનદાર
શુભાંશુએ કહ્યું- અવકાશમાં આવવું ખરેખર ખૂબ જ સારું છે. હવે મને ઘણું સારું લાગી રહ્યું છે. અહીં આવ્યા પછી અવકાશ વિશે મારો દૃષ્ટિકોણ ખૂબ જ અલગ છે. આપણે વિજ્ઞાન અને સંશોધન પર સાથે મળીને કામ કરીશું.

રાકેશ શર્મા હતા પહેલા ભારતીય
એરફોર્સ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પહેલા રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય હતા. રાકેશ શર્માએ 8 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા. શુભાંશુ અવકાશમાં જનારા બીજા ભારતીય બન્યા છે. શુભાંશુ લગભગ 14 દિવસ અંતરિક્ષમાં વિતાવશે.

Leave a Reply

Your email address will not be published.