અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ગજરાજ ભડક્યા હતા. ખાડિયા પાસે ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. DJના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા. ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા હતા.

 

ગજરાજ ભડકતા 10 મીનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી. બેથી ત્રણ લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ભડકેલા ગજરાને અન્ય રસ્તે લઈ જવાયા હતા. ગજરાજને મહાવતે કાબૂમાં લીધા હતા. રથયાત્રાના રૂટ પર સલામતીના ભાગરૂપે ડીજે બંધ કરાવાયા હતા. કાંકરિયા ઝૂના એડવાઈઝર ડોક્ટર આર.કે. શાહુએ કહ્યું હતું કે  ભડકેલા ગજરાજે કોઈને ઈજા પહોંચાડી નથી. ત્રણેય ગજરાજને રથયાત્રામાંથી બહાર કરવામાં આવ્યા હતા. બેકાબૂ ગજરાજ CCTVમાં કેદ થયા હતા. ગજરાજ ભડકતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

 

Leave a Reply

Your email address will not be published.