ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, 10 દિવસમાં થશે જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ  મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારત તરફથી વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને ચીફ નેગોશિએટર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વોશિંગ્ટન ખાતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ સકારાત્મક ધોરણે આગળ વધી રહી છે.

ટેરિફ પહેલાં ઉકેલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની 90 દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં આઠ જુલાઈના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે. અમેરિકાએ ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં નવ જુલાઈ સુધી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ભારત પર 10 ટકાનો બેઝલાઈન ટેરિફ તો લાગુ જ છે. ભારત આ ટેરિફમાંથી મુક્તિ મેળવવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે અમેરિકા સાથે વેપાર કરાર કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.