અમેરિકાના યુટા રાજ્યના સ્પેનિશ ફોર્કમાં હાજર ઈસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં ગોળીબારની ઘટના બની હતી. આ મંદિર પર આશરે 3 વાર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મંદિર પર 20થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જેનાથી મંદિરને ઘણું નુકસાન થયું હતું. આ મંદિર દર વર્ષે હોળીની ઉજવણી માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બે દાયકા જૂનું આ મંદિર સ્પેનિશ ફોર્કમાં એક પહાડ પર આવેલું છે.
હિન્દુ મંદિર પર વારંવાર થઈ રહેલા હુમલાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ગોળીબારની ઘટનાની નિંદા કરતા અપીલ કરવામાં આવી કે, જલ્દીમાં જલ્દી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેને ન્યાયના કટઘરામાં લાવવામાં આવે.
ભારતના કોન્સુલેટ જનરલે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સમુદાય સાથે એકજૂટતા દર્શાવી અને તુરંત કાર્યવાહીની અપીલ કરી છે. કોન્સુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘અમે ઈસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં હાલમાં થયેલા ગોળીબારની આકરી ટીકા કરીએ છીએ અને તમામ ભક્તો તેમજ સમુદાયનું સમર્થન કરીએ છીએ. સ્થાનિક અધિકારીઓને અપીલ કરીએ છીએ કે, આરોપીઓ સામે તુરંત કાર્યવાહી કરીને તેમને ન્યાયના કટઘરામાં લાવવામાં આવે.’

Leave a Reply