ગુકેશે ફરીવાર વર્લ્ડ નંબર વન ખેલાડી પર જીત મેળવી, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાર બાદ કાર્લસનનો ખુલાસો કહ્યું “હવે રમવામાં પહેલાની મજા નથી આવતી”

ગુકેશે ફરીવાર વર્લ્ડ નંબર વન ખેલાડી પર જીત મેળવી, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાર બાદ કાર્લસનનો ખુલાસો કહ્યું “હવે રમવામાં પહેલાની મજા નથી આવતી”

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ફરીવાર વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસન સામે જબરદસ્ત જીત નોંધાવી છે. ગુરુવારે સુપરયૂનાઇટેડ રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટના રેપિડ ફોર્મેટમાં 19 વર્ષીય ગુકેશે નોર્વેના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો હતો. આ જીત માત્ર એક મહિના પછી મળી છે જ્યારે ગુકેશે કાર્લસનને નોર્વે ચેસ ટુર્નામેન્ટના ક્લાસિકલ ફોર્મેટમાં હરાવ્યા હતા.

કાર્લસનઃ “હવે મજા નથી આવતી”

ટૂર્નામેન્ટ બાદ કાર્લસને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “ઈમાનદારીથી કહું તો, હવે મને ચેસ રમવાની મજા નથી આવતી. રમતી વખતે મને આરામદાયક લાગતું નથી અને સતત ખચકાટ અનુભવતો રહ્યો છું. હાલ મારી સ્થિતિ ખરાબ છે.” તેણે પણ સ્વીકાર્યું કે રમતમાં ગુકેશે યોગ્ય સમયે તકનો પૂરું પૂરો ફાયદો ઉઠાવ્યો. રમતમાં કાર્લસન સફેદ મોહરાથી રમતો હતો અને 49 ચાલ બાદ હાર સ્વીકારી હતી.

ગુકેશનું અદભૂત પ્રદર્શન

ગુકેશ માટે આ ટૂર્નામેન્ટમાં કાર્લસન સામે મળેલી જીત તેની સતત પાંચમી જીત હતી. છ રાઉન્ડ પછી તે ટૂર્નામેન્ટમાં ટોચ પર છે. કાર્લસનએ પણ કહ્યું કે, “સતત પાંચ ગેમ જીતવી એ મોટી સિદ્ધિ છે. ટૂર્નામેન્ટ હજુ લાંબો છે, પણ ગુકેશ અવિશ્વસનીય રીતે શાનદાર રમી રહ્યો છે.”

Leave a Reply

Your email address will not be published.