બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ બની ઈન્ડિયા; બીજી ટેસ્ટમાં 336 રનથી ઐતિહાસિક જીત

બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ બની ઈન્ડિયા; બીજી ટેસ્ટમાં 336 રનથી ઐતિહાસિક જીત

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રનના મોટા તફાવતથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડ સામે 608 રનનો લક્ષ્યાંક હતો, જેનો સામનો કરતી વખતે ઇંગ્લેન્ડ ટીમ પાંચમા દિવસના બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બર્મિંઘમમાં 58 વર્ષ બાદ મળ્યો પહેલો વિજય

ભારતીય ટીમે પહેલી વાર એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ જીતવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આ મેદાન પર ભારતે અત્યાર સુધી 8 ટેસ્ટ મેચો રમી હતી, જેમાંથી 7માં હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રો રહી હતી. ભારતે અહીં પોતાની પહેલી ટેસ્ટ 1967માં રમી હતી, જેમાં તેને 132 રને હાર માનવી પડી હતી. હવે 58 વર્ષ પછી ભારતીય ટીમે એજબેસ્ટનમાં વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે.

આકાશદીપ અને સિરાજની શાનદાર બોલિંગ

મેચમાં ભારતીય પેસ બોલર આકાશદીપે બંને ઇનિંગમાં કુલ 10 વિકેટ લઈ કમાલ કરી હતી. પહેલી ઇનિંગમાં તેણે 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી. મોહમ્મદ સિરાજે પણ પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 1 વિકેટ મેળવીને ઈંગ્લેન્ડની ધજાગરા ઉડાડી.

હાઈલાઈટ્સ

  • ભારતે પહેલી ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા.

  • ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 407 રન કર્યા, જેથી ભારતે 180 રનની લીડ મેળવી.

  • બીજી ઇનિંગમાં ભારતે 427/6 પર ઇનિંગ જાહેર કરી અને ઈંગ્લેન્ડને 608 રનનું લક્ષ્યાંક આપ્યું.

  • ઈંગ્લેન્ડ આખરે 271 રનમાં ઓલઆઉટ થયું અને ભારતે 336 રનથી જીત નોંધાવી.

આ જીતથી ભારતે પાંચ મેચોની સીરિઝ 1-1થી સમાન કરી છે અને બાકીની મેચો માટે આત્મવિશ્વાસ મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.