ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા...
Day: July 10, 2025
ભારતને ઝટકો: ઋષભ પંત ઈજાગ્રસ્ત, વિકેટકીપિંગ માટે ધ્રુવ જુરેલ ઉતર્યા મેદાનમાં
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા જ દિવસે Team India ને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય વિકેટકીપર ઋષભ પંતને બેટિંગ દરમિયાન બોલ પકડતી વખતે આંગળી પર ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે. લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો...
કેનેડામાં હવામાં જ અથડાયા બે ટ્રેનિંગ પ્લેન, ભારતીય પાયલટ વિદ્યાર્થી સહિત બેના કરુણ મોત
કેનેડાના મૈનિટોબા શહેર નજીક હવામાં બે ટ્રેનિંગ પ્લેન વચ્ચે અથડામણ થવાની દુર્ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત બે પાયલટ તાલીમાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. ઘટના મંગળવારે સવારે વિનીપેગથી લગભગ 50 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત સ્ટેઇનબેક નજીક બની હતી. ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, બંને વિમાનો સામસામે આવ્યા મળતી માહિતી મુજબ, બંને સિંગલ એંજિન ધરાવતા પ્લેન ટેક-ઓફ અને લેન્ડિંગની તાલીમ...
ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી....
એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ
મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. ‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’ મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે...
કેનેડામાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર; ખાલિસ્તાની આતંકી ગૃપે લીધી જવાબદારી
પ્રસિદ્ધ ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કાફેમાં ગોળીબાર થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે આ કાફે માત્ર ત્રણ દિવસ પહેલા જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાફેની બારીઓ પર રાત્રે ફાયરિંગ આ ઘટના સાથે સંબંધિત એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે...
બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનું વિવાદાસ્પદ ભૂમિકા દર્શાવતું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ
ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની વિવાદાસ્પદ ભૂમિકાનું એક ઓડિયો રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં વાયરલ થઈ રહ્યું છે. એક ઉચ્ચ સ્તરીય મીડિયા તપાસમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન શેખ હસીનાએ સુરક્ષા દળોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગ અનુસાર, 18 જુલાઈ 2024ની રાત્રે, શેખ હસીનાએ...
ચીન બાદ હવે ભારતના મિત્ર દેશો સામે ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ, બ્રાઝિલ પર 50% ટેક્સનો ઘાતક બોમ્બ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક આક્રમક નીતિઓ અપનાવી રહ્યા છે. હવે તેમણે ભારતના મિત્ર ગણાતા દેશો સહિત વધુ સાત દેશો પર ભારે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ખાસ કરીને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાડીને આર્થિક ઝટકો આપ્યો છે. આ નવા ટેરિફનો અમલ આગામી 1 ઓગસ્ટથી થશે. આ દેશો પર લાગશે...
દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા
ગુરવારે સવારે 9:04 વાગ્યે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતી હલતાની અનુભૂતિ થતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો અને ઘરો તથા ઑફિસોમાંથી દોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપના આંચકા સાતથી દસ સેકન્ડ સુધી સતત લાગ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભયભીત...
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ...









