એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ

મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’

મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “ઈન્કમટેક્સ વિભાગ 2019થી 2024 દરમિયાન થયેલા સંપત્તિના વધારા અંગે જવાબ માંગે છે. અમે સંબંધિત તમામ માહિતી અગાઉથી આપેલી છે, પણ હવે વધુ સ્પષ્ટતા માટે નોટિસ ફટકારવામાં આવી છે.”

‘કોઈએ ફરિયાદ કરી હતી, અમે કાયદેસર જવાબ આપીશું’

શિરસાટે કહ્યું કે, “અમારા વિરુદ્ધ કોઈએ ફરિયાદ કરી છે, તેના આધારે IT વિભાગે કાર્યવાહી કરી છે. તેમણે 9 જુલાઈ સુધી જવાબ માગ્યો હતો, પરંતુ અમે વધુ સમય માંગ્યો છે. અમે કાયદેસર સહયોગ આપીશું અને જોવું પડશે કે આપેલી માહિતી તેમને સંતોષકારક લાગે છે કે નહીં.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આને રાજકીય દ્રષ્ટિએ ન જોવું જોઈએ. IT અને અન્ય એજન્સીઓ તેમનું કામ કરી રહી છે. અમારા પર કોઈ દબાણ નથી અને અમે સંપૂર્ણ રીતે સહકાર આપીશું.”

‘શ્રીકાંત શિંદેને પણ નોટિસ મળી છે’

મંત્રીએ જણાવ્યું કે, “શ્રીકાંત શિંદેને પણ આ નોટિસ મળેલી છે. ચૂંટણી સોગંદનામામાં અમે તમામ માહિતી આપી હતી. નોટિસ મળવી એ કોઈ મોટી વાત નથી. તેનો રાજકીય અર્થ કાઢવો યોગ્ય નહીં ગણાય.”

Leave a Reply

Your email address will not be published.