ભારતને ઝટકો: ઋષભ પંત ઈજાગ્રસ્ત, વિકેટકીપિંગ માટે ધ્રુવ જુરેલ ઉતર્યા મેદાનમાં

ભારતને ઝટકો: ઋષભ પંત ઈજાગ્રસ્ત, વિકેટકીપિંગ માટે ધ્રુવ જુરેલ ઉતર્યા મેદાનમાં

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા જ દિવસે Team India ને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય વિકેટકીપર ઋષભ પંતને બેટિંગ દરમિયાન બોલ પકડતી વખતે આંગળી પર ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે.

લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો રમાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ એક-એક બદલાવ કર્યો છે. ઇંગ્લેન્ડે જોશી ટંગની જગ્યાએ જોફ્રા આર્ચરને અને ભારતે પ્રસિદ કૃષ્ણાની જગ્યાએ જસપ્રીત બુમરાહને ટીમમાં શામેલ કર્યો છે.

આ સમયે પંતની ઈજાને લઈને ટીમ ઈન્ડિયાની ચિંતા વધી છે, કારણ કે તેઓ માત્ર સારા વિકેટકીપર જ નહીં પણ. Middle Order માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. હવે જોઈું રહે કે પંત કેટલી સીરિયસ ઈજાથી પસાર થાય છે અને આગળની મેચોમાં ભાગ લેશે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.