કેએલ રાહુલે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતાની શાનદાર ફોર્મ ચાલુ રાખતાં લોર્ડ્સ ટેસ્ટમાં પણ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. પહેલાની ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ રાહુલે હવે લંડનના લોર્ડ્સ મેદાન પર પણ શતક બનાવી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતના ઈતિહાસમાં બન્યા માત્ર બીજા ખેલાડી
લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે, ભારતના ઓપનર રાહુલે પોતાની 9મી ટેસ્ટ સદી પૂરી કરી. આ સાથે જ તેઓ લોર્ડ્સ પર બે ટેસ્ટ સદી ફટકારનાર માત્ર બીજા ભારતીય બેટ્સમેન બન્યા છે. અગાઉ આ સિદ્ધિ માત્ર દિલીપ વેંગસરકરએ હાંસલ કરી હતી.
પંત સાથે શાનદાર ભાગીદારી
રાહુલની આ સદી દરમિયાન રિષભ પંતે પણ દમદાર બેટિંગ કરતા 74 રન બનાવ્યા હતા. બંનેએ મજબૂત ભાગીદારીથી ભારતીય ટીમને 250 રનની પાર પહોંચાડી હતી. પંત આઉટ થયા બાદ રાહુલે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી અને બ્રાયડન કાર્સની એક ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
અર્ધશતકથી શતક સુધીનો સફર
મેચના બીજા દિવસે રાહુલ 53 રન પર અણનમ હતા અને ત્રીજા દિવસે એક આક્રમક રોકથી બેટિંગ કરતા તેમણે ઝડપથી શતક પૂરી કરી હતી.

Leave a Reply