યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યાનો આરોપ છે અને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવવાની હતી. પરંતુ ભારત સરકારના સતત પ્રયાસો અને યમન સરકાર સાથે ચાલી રહેલા સંપર્કોના પગલે તે સજા તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યુદિલ્હી યમનમાં આવેલા સના જેલના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી, નિમિષાની સજા ટાળવા માટે કામ કરી રહી છે. સાથે જ ભારત સરકારે નિમિષાના પરિવારને બીજી તરફથી સમજૂતી માટે પૂરતો સમય મળવો જોઈએ તે દિશામાં પણ પ્રયત્નશીલ રહી છે.

શું છે સમગ્ર કેસ?

નિમિષા પ્રિયાનું મૂળ કેરળના પલક્કડ જિલ્લાના શ્રમિક પરિવારમાં છે. નર્સિંગ અભ્યાસ બાદ વર્ષ 2008માં તે નોકરી માટે યમન ગઈ હતી. ઘણી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કર્યા બાદ 2011માં ભારત પરત ફરી અને ઇડુક્કી જિલ્લાના ટોમી થોમસ સાથે લગ્ન કર્યા. ત્યારબાદ પતિ સાથે ફરી યમન જઈ સના શહેરમાં રહેવા લાગી અને ત્યાં દીકરીને જન્મ આપ્યો.

વર્ષ 2015માં, ઓછી આવકના કારણે પતિ સાથે મળીને પોતાનું ક્લિનિક શરૂ કરવાનો નિર્ણય લીધો. યમનમાં વિદેશીઓને બિઝનેસ કરવાની સીધી મંજૂરી ન હોવાથી તેણે તલાલ અબ્દો મહેદી નામના સ્થાનિક સાથે ભાગીદારીમાં કામ શરૂ કર્યું. થોડા સમયમાં ક્લિનિક સારી રીતે ચાલવા લાગ્યું.

પરંતુ, તલાલે નિમિષાનો વિશ્વાસ તોડ્યો. તેણે ક્લિનિક પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો અને તેમનાં દસ્તાવેજો તથા પાસપોર્ટ પણ લઇ લીધો. સાથે જ શારીરિક શોષણ પણ શરૂ કર્યું. પોલીસને ફરિયાદ કરવા છતાં કોઈ મદદ ન મળી. પોલીસ દ્વારા પણ તેને છ દિવસ જેલમાં રાખવામાં આવી.

આ અન્યાયથી પીડાઈને નિમિષાએ તલાલ પાસેથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો. તેણે તેના ઉપર ઈન્જેક્શન આપ્યાં—જેમાથી પ્રથમ વખત કંઈ અસર ન થઈ, પરંતુ બીજી વખતના ઈન્જેક્શનથી તલાલનું મોત થયું. હવે નિમિષા પર તેની હત્યાનો આરોપ છે અને આ બનાવના કારણે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

તેમ છતાં, ભારત સરકારે આ મામલામાં તાત્કાલિક અને સંવેદનશીલ હસ્તક્ષેપ કરી નિમિષાની સજા મુલતવી રાખવામાં સફળતા મેળવી છે. હાલના તબક્કે વધુ કાયદાકીય સહાય અને સમાધાન માટે દૌતરિક સ્તરે પ્રયાસો ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.