કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ

બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રથમ સંતાનના જન્મથી ખુશીથી મહેકી ઉઠ્યાં છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે.

સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ

આ સમાચાર મળતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદનો મળી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં કપલે એક  તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી, જેમાં બંનેએ બેબી મોજાં પકડીને લખ્યું હતું – “અમારા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે.” હવે તે ખુશીની ક્ષણ આવી ગઈ છે.

પરિવારને આપી પ્રથમ

કિયારાએ ગર્ભાવસ્થા દરમિયાન પોતાના કરિયર કરતાં પરિવારને મહત્વ આપ્યું. મળતી માહિતી મુજબ, તેણીએ ફરહાન અખ્તરની મોટી ફિલ્મ ‘ડોન’ સહિત અનેક પ્રોજેક્ટ્સમાંથી હાથ પાછળ ખેંચ્યો. જોકે, ગર્ભાવસ્તા પહેલાં તેણીએ ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે “વોર 2″નું શૂટિંગ પૂરું કર્યું હતું, જે આ ઓગસ્ટમાં રિલીઝ થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા પણ વ્યસ્ત છે અને જલદી જ જાહ્નવી કપૂર સાથે ફિલ્મ “પરમ સુંદરિ”માં જોવા મળશે.

પ્રેમ કહાનીથી લઈને પિતૃત્વ સુધીનો સફર

કિયારા અને સિદ્ધાર્થના સંબંધોની શરૂઆત 2018ની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ની રેપ-અપ પાર્ટીથી થઈ હતી. ત્યારબાદ બંને ‘શેરશાહ’ ફિલ્મમાં સ્ક્રીન પર જોવા મળ્યા અને તેમના સંબંધો ગંભીર બન્યા. ફેબ્રુઆરી 2023માં બંનેએ લગ્ન કર્યા અને હવે લગભગ અઢી વર્ષ બાદ પ્રથમ સંતાનનો જન્મ થયો છે.

Leave a Reply

Your email address will not be published.