ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટીના હાઈકમાન્ડે ફરી એકવાર અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે નિમણૂક કરી છે.
સાથે સાથે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
33 વર્ષમાં બદલાયા 12 પ્રદેશ પ્રમુખ
શું તમે જાણો છો કે છેલ્લા ત્રણ દાયકા એટલે કે 33 વર્ષમાં ગુજરાત કોંગ્રેસે કુલ કેટલા પ્રદેશ પ્રમુખ બદલ્યા છે? તો જણાવી દઈએ કે વર્ષ 1992થી અત્યાર સુધી કુલ 12 પ્રદેશ અધ્યક્ષ બદલાયા છે.
પ્રદેશ પ્રમુખોની યાદી જુઓ:
- પ્રબોધ રાવલ – 1992-1997
- સીડી પટેલ – 1997-2001
- અમરસિંહ ચૌધરી – 2001-2002
- શંકરસિંહ વાઘેલા – 2002-2004
- બી.કે.ગઢવી – 2004-2005
- ભરતસિંહ સોલંકી – 2006-2008
- સિદ્ધાર્થ પટેલ – 2008-2010
- અર્જુન મોઢવાડીયા – 2011-2015
- ભરતસિંહ સોલંકી – 2015-2018 (ફરી)
- અમિત ચાવડા – 2018-2021
- જગદીશ ઠાકોર – 2021-2023
- શક્તિસિંહ ગોહિલ – 2023-2025
હવે 2025માં ફરીથી અમિત ચાવડાને નેતૃત્વ સોંપાયું છે. તેઓ અગાઉ પણ 2018થી 2021 સુધી પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.
પક્ષ માટે મહત્વપૂર્ણ અનુભવ
અમિત ચાવડાની પૃથ્થકતાઓમાં તેમના ભૂતકાળના નેતૃત્વનો અનુભવ મહત્વનો રહેશે. પ્રદેશમાં પાર્ટીને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી મંચે લાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક અને તુષાર ચૌધરીને વિધાનસભામાં નેતા તરીકે લાવવાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ હવે નવી દિશા અને દ્રષ્ટિ સાથે આગળ વધવા માંગે છે.

Leave a Reply