અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર માટેની ચર્ચાઓમાં નવો વળાંક આપતાં જણાવ્યું છે કે, આ માટે પગલાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છે અને સંભવિત કરારથી અમેરિકાને ભારતીય બજારમાં પૂર્ણ પ્રવેશ (ફૂલ એક્સેસ) મળશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધો મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે દરખાસ્ત મુજબ ટેરિફ દર 20 ટકાથી નીચે રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “જેમ અમે ઈન્ડોનેશિયા સાથે વ્યાપાર કરાર કર્યો છે અને અમને ત્યાં પૂર્ણ પ્રવેશ મળ્યો છે, તેમ હવે અમે ભારત સાથે પણ આવો કરાર કરવા જઈ રહ્યા છીએ.”
મોસ્કો પર હુમલાને લઈને યુક્રેનને આપેલી સૂચના અંગે ટ્રમ્પનો યુ-ટર્ન
બીજી તરફ, રશિયાની રાજધાની મોસ્કો પર હુમલા માટે યુક્રેનને હિમાયત આપવાના આરોપો અંગે ટ્રમ્પે સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું કે, “મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મોસ્કો પર હુમલો ન કરવો જોઈએ. હું કોઈના પક્ષમાં નથી, હું માનવતાના પક્ષમાં છું.”
એક દિવસ પહેલા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથેની ખાનગી ટેલિફોનિક વાતચીતમાં આકરી પદ્ધતિએ મોસ્કો પર હુમલાની સંભાવના અંગે પ્રશ્ન કર્યો હતો, જો અમેરિકા યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો આપે. આ દાવાઓ પછી ટ્રમ્પે બુધવારે પોતાના નિવેદનમાં ફેરફાર કરતા, યુદ્ધ ન થવો જોઈએ અને વધુ જાનહાનિ અટકવી જોઈએ તેવો અભિગમ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply