જિયો પ્લેટફોર્મ્સે જૂન 2025 માટેના નાણાકીય પરિણામો જાહેર કરતાં કંપનીએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 25% વધીને ₹7,110 કરોડ થયો છે, જ્યારે EBITDAમાં 24%નો ઉછાળો સાથે તે ₹18,135 કરોડએ પહોંચી ગયો છે. કંપનીની ઓપરેશનલ આવકમાં પણ 19% વૃદ્ધિ સાથે ₹35,032 કરોડનો આંકડો નોંધાયો છે.
JioTrue5G યુઝર્સમાં નોંધપાત્ર વધારો
જૂન ત્રિમાસિક દરમિયાન Jio ના નેટ સબ્સ્ક્રાઇબર ગ્રોથમાં 99 લાખનો વધારો થયો છે, જેને કારણે કુલ ગ્રાહકોની સંખ્યા હવે 49.81 કરોડ થઈ ગઈ છે.
JioTrue5G સેવાનો વિસ્તાર ચાલુ રહેતાં 5G યુઝર્સની સંખ્યા 20 કરોડને પાર પહોંચી છે.
સાથે સાથે, JioAirFiber હવે 74 લાખ યુઝર્સ સાથે વિશ્વની સૌથી મોટી Fixed Wireless Access (FWA) સેવા બની ગઈ છે.
ડેટા વપરાશ અને ARPUમાં પણ તેજી
જૂન ક્વાર્ટરમાં Jio ની પ્રતિ યુઝર સરેરાશ આવક (ARPU) 15% વધીને ₹208.7 થઈ છે.
પ્રતિ યૂઝર દરમહિને ડેટા વપરાશ સરેરાશ 37 GB રહ્યો છે.
આજ સાથે, કુલ ડેટા ટ્રાફિકમાં 24%નો વધારો જોવા મળ્યો છે.
જિયો પ્લેટફોર્મ્સની આ વૃદ્ધિ તેનાં મજબૂત નેટવર્ક, ઝડપથી વધતાં ગ્રાહક આધાર અને 5G ટેક્નોલોજીના સફળ રોલઆઉટને પ્રતિબિંબિત કરે છે.

Leave a Reply