સુરતના પુણાગામ વિસ્તારમાં એક 31 વર્ષીય યુવકે ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ખેતલાઆપા ટી-સ્ટોલ નજીક યુવકે પોતાની બહેનના સસરાને મસાલો લેવા મોકલી આપઘાતનું પગલું ભર્યું. યુવકને આઈસર ટ્રકના ટાયર નીચે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.
મૃતક નિલેશ મૂળ અમરેલીના સાવરકુંડલાના વડલી ગામનો વતની હતો અને હાલમાં પુણાગામ વિસ્તારમાં સીતાનગર સોસાયટીમાં રહેતો હતો. તે પરિવાર સાથે રહી ભાઈ સાથે કાપડના કારખાનામાં કામ કરી આવકમાં યોગદાન આપતો હતો. પરિવારમાં માતા, પિતા અને ભાઈ છે.
આ બનાવના હચમચાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે, પરંતુ આપઘાત પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે પરિવારજનોના નિવેદન લેતાં તેમજ નિલેશનો મોબાઈલ કબ્જે લઈ તપાસ આગળ ધપાવી છે. પોલીસે આપઘાત પાછળના કારણે ક્યાંક આર્થિક કે વ્યક્તિગત તણાવ હતો કે નહીં, તે પણ તપાસી રહી છે.

Leave a Reply