કરણ દેવ નામના યુવકની શંકાસ્પદ મોતની તપાસ દરમિયાન Delhi Police સામે એક એવી સચ્ચાઈ આવી કે ચોંકી જવાની બારી આવે. કરણની પત્ની અને તેના પિતરાઈ ભાઈ, જે દિયરમાં આવે છે, બંનેએ મળીને પતિની હત્યા કરી. પહેલા ઊંઘની 15 ગોળીઓ ભોજનમાં આપી, ત્યારબાદ પણ જ્યારે તે મર્યો નહીં, તો ઈલેક્ટ્રિક શૉક આપી દેવામાં આવ્યો. સમગ્ર કાવતરું Instagram ચેટમાંથી બહાર આવ્યું.
પોલીસ કહે છે કે આરોપી પત્ની અને દિયર પ્રેમ સંબંધમાં હતા. તેઓએ કરણના મરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. ચેટમાં સ્પષ્ટ લખ્યું કે, “જો દવાથી ન મરે તો કરંટ આપી દે.” આ મેસેજ પોલીસે ફોનમાંથી ઝડપી કાઢ્યો. પોલીસની કસ્ટડીમાં રહેલી પત્નીએ કબૂલાત કરી છે કે પતિએ તહેવારના દિવસે મારમાર અને ગાળો આપ્યા બાદ તેણે હત્યાનો પ્લાન ઘડ્યો.
હત્યા બાદ પત્નીએ માસૂમ બની પરિવારને બોલાવ્યો અને પતિના મોતની ખોટી વાર્તા રજુ કરી. પરંતુ કરણના નાના ભાઈ કૃણાલે જ્યારે Instagram ચેટ જોઈ, તો તરત જ પોલીસને જાણ કરી. ચેટમાં તેમણે એકબીજાને ઉંઘની દવા, શ્વાસની હાલત અને ઈલેક્ટ્રિક શૉક આપવાના મેસેજ શેર કર્યા હતા.
અત્યારે પોલીસ BNS કલમ 103 મુજબ હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. पत्नीએ માનસિક ત્રાસના કારણે હત્યા કર્યાની કબૂલાત આપી છે. પોલીસ કહે છે કે બંનેએ Google પર પણ “sleeping pills death” વિશે સર્ચ કર્યું હતું.

Leave a Reply