અત્યારે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ લુક અને સ્ટેટમેન્ટ્સ માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણી હોઠના ફિલર્સ ડિજોલ્વ (દૂર કરાવવાની) સારવાર લઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઇન્જેક્શન લીધા બાદ ઉર્ફીનું મોં સોજાઈ ગયું છે.
ઉર્ફીનો કહેવું છે કે, અગાઉ કરાવેલા લિપ ફિલર્સ ખોટી જગ્યાએ લાગ્યા હતા, જેના કારણે તેણે હવે એને ડિજોલ્વ કરાવવાનો નિર્ણય કર્યો છે. ઉર્ફીએ જણાવ્યું કે, “ટ્રીટમેન્ટ ખૂબ પીડાદાયક રહી છે, પણ હું આગામી ત્રણ અઠવાડિયામાં ફરીથી ફિલર્સ કરાવવાનો વિચારું છું – આ વખતે વધુ નેચરલ રીતે.”
વિડીયો સાથે ઉર્ફીએ લખ્યું છે કે, “આ કોઈ ફિલ્ટર નથી. મેં મારા ફિલર્સ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. મને ખબર છે કે ઘણી છોકરીઓ એના દ્વારા પ્રભાવિત થાય છે. હવે હું આને ફરીથી કરાવીશ પણ યોગ્ય ડૉક્ટર પાસેથી જ. ફેન્સી ક્લિનિકના નામે લોકોને ભરોસો ન આપો.”
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ઉર્ફી તેની આંખના આજુબાજુ થયેલી એલર્જી અને સોજાના કારણે ચર્ચામાં આવી હતી. હવે ફરીથી મોંમાં થયેલી સોજાને કારણે ઉર્ફીનું આ સ્વાસ્થ્ય સંબંધિત મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

Leave a Reply