2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા

2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા

મુંબઈને હચમચાવી નાખનાર 2006ના લોકલ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપતાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 21 જુલાઈ, 2025ના રોજ જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેન્ચે પોતાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે, આ કેસમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તે સ્ફટિકસ્પષ્ટ અને વિશ્વસનીય નહોતા. પરિણામે, સેશન કોર્ટ દ્વારા 2015માં અપાયેલી સજાઓને રદ કરવામાં આવી છે અને તમામ આરોપીઓને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાની સૂચના આપવામાં આવી છે.

કેસનો પૃષ્ઠભૂમિ અને નિર્ણય
11 જુલાઈ, 2006ના રોજ મુંબઈની લાઈફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં 11 મિનિટના ગાળામાં સાત ધમાકાઓ થયા હતા. આ હુમલાઓમાં કુલ 189 લોકોના મોત થયા અને 827 જેટલા ઘાયલ થયા. હુમલામાં અત્યંત વિસ્ફોટક સામગ્રી RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હત્યાકાંડ પછી ATS દ્વારા MCOCA અને UAPA જેવી કડક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

2015માં સ્પેશિયલ સેશન કોર્ટ દ્વારા 13માંથી 12 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમાં પાંચને ફાંસી અને સાતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તમામ દોષિતોએ આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. રાજ્ય સરકારે પણ ફાંસીની સજાને સમર્થન આપતાં અપીલ કરી હતી.

છેલ્લા છ મહિનાથી આ અપીલ પર સતત સુનાવણી ચાલી રહી હતી. હવે હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને અવિવાદિત પુરાવાની અછત હોવાથી તેમને દોષિત ઠેરવવાનું યોગ્ય નથી. આ ચુકાદાથી 19 વર્ષથી ચાલતા આ કેસમાં એક મોટો વળાંક આવ્યો છે.

ભાગેડું આરોપીઓ વિશે માહિતી
કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 15 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આમાંથી ઘણા આરોપીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે.

Leave a Reply

Your email address will not be published.