ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે યમનના હૂથી বিদ્રોહીઓને ચેતવણી આપી છે કે જો તેઓ પોતાના હથિયાર નથી મૂકે અને હુમલાઓ અટકાવે નહીં, તો યમનની સ્થિતિ પણ ઈરાનની રાજધાની તહેરાન જેવી કરી દેવામાં આવશે.
ઇઝરાયલ હાલમાં ગાઝા, ઇરાન, લેબનન અને સીરિયા સામે યુદ્ધ મોરચા ખોલી ચૂક્યું છે. તાજેતરમાં તહેરાન પર તીવ્ર બોમ્બમારો અને મિસાઇલ હુમલાઓ કર્યા બાદ હવે યમનનું હોદૈદા (Hodeidah) શહેર ઈઝરાયલના નિશાન પર છે.
હોદૈદા પર ઇઝરાયલનો હુમલો
ઈઝરાયલના વાયુસેનાએ હોદૈદા સ્થિત ફ્યુઅલ ટેન્કરો અને બંદર વિસ્તારમાં રહેલા યુદ્ધવિમાનોને નિશાન બનાવ્યા છે. યમનથી ઈઝરાયલ પર થતા મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું IDFએ જણાવ્યું છે.
ઈઝરાયલના જણાવ્યા અનુસાર, હૂથીઓનું મુખ્ય મથક હોદૈદા બંદરગાહમાં છે, જ્યાં ઈરાનથી આયાત કરાયેલા શસ્ત્રો સંકલિત છે. IDFએ સ્પષ્ટ કહ્યું છે કે તેને યમનમાં હૂથી ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓની ચોક્કસ માહિતી છે અને જરૂર પડે ત્યારે વળતો જવાબ આપવામાં આવશે.
ઈરાનની પ્રતિક્રિયા
ઈરાની નેતાઓએ ઈઝરાયલના આ પગલાને “પાગલ કુતરાની જેમ કરાયેલ હુમલો” ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે આવા પગલાથી સમગ્ર ઇસ્લામી જગત સળગી ઉઠશે.

Leave a Reply