અશોક ચૌધરી બન્યા GCMMFના નવા ચેરમેન, મહેસાણા અને રાજકોટનો દૂધિયા રાજકારણમાં દબદબો

અશોક ચૌધરી બન્યા GCMMFના નવા ચેરમેન, મહેસાણા અને રાજકોટનો દૂધિયા રાજકારણમાં દબદબો

ગુજરાતના દૂધિયા રાજકારણમાં આજે મહત્વપૂર્ણ પરિવર્તન નોંધાયું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) માટે યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મહેસાણા અને રાજકોટ ડેરીના નેતાઓએ દબદબો જમાવ્યો છે.mahસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અઢી વર્ષ માટે GCMMFના નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી દૂધસાગર ડેરીના ચેરમેન છે અને તેઓ ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી સંકળાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી અને નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે સતત રાજકીય લડત આપતાં GCMMFના નેતૃત્વ સુધી પહોંચ્યા છે. તાજેતરમાં તેઓ “લાફા કાંડ” મુદ્દે પણ ચર્ચામાં રહ્યા હતા.

આ ચૂંટણીમાં મત આપનારા મુખ્ય ડેરી સંઘોના ચેરમેનમાં શામળ પટેલ (સાબર ડેરી), શંકર ચૌધરી (બનાસ ડેરી), વિપુલ પટેલ (અમૂલ ડેરી), અશોક ચૌધરી (દૂધસાગર ડેરી), અને વલમજી હુબલ (સરહદ ડેરી) સાથે કુલ 17 ડેરી સંઘોના પ્રતિનિધિઓનો સમાવેશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, GCMMFની સ્થાપના 1973માં ડૉ. વર્ગીસ કુરિયને કરી હતી. અમૂલ બ્રાન્ડના માધ્યમથી GCMMF આજે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં દૂધ અને દૂધ ઉત્પાદનોના વિતરણમાં અગ્રણી છે. તેનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડ રૂપિયાની પાર જાય છે. ઉત્તર ગુજરાતની ડેરીઓ – દૂધસાગર, બનાસ, સાબર અને આણંદનો દબદબો વર્ષોથી GCMMFમાં છે, અને નવા ચેરમેનની પસંદગીમાં પણ આ જૂથોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

Leave a Reply

Your email address will not be published.