2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, સરકારએ રાજ્યસભામાં આપ્યા આંકડા

2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, સરકારએ રાજ્યસભામાં આપ્યા આંકડા

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં કુલ 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહे એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.

વર્ષવાર નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા:

વર્ષ નાગરિકતા છોડનાર લોકો
2019 1,44,017
2020 85,256
2021 1,63,370
2022 2,25,620
2023 2,16,219
2024 2,06,378

આ ડેટાથી સ્પષ્ટ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી દર વર્ષે 2 લાખથી વધુ લોકો નાગરિકતા છોડી રહ્યાં છે. જોકે, 2024માં થોડો ઘટાડો નોંધાયો છે.

નાગરિકતા છોડવાની પ્રક્રિયા શું છે?

  1. અરજી માટે વિઝિટ કરો:
    👉 https://www.indiancitizenshiponline.nic.in
  2. જરૂરી દસ્તાવેજોની વિગતો ભરવી પડે છે જેમ કે:
    • પાસપોર્ટ
    • હાલની નાગરિકતાના પુરાવા
    • બાયોમેટ્રિક માહિતી
  3. દસ્તાવેજોની ચકાસણી બાદ, અરજી સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે.
  4. સામાન્ય રીતે 30 દિવસમાં અરજી સ્વીકારવામાં આવે છે અને અંદાજે 60 દિવસમાં Renunciation Certificate ઓનલાઈન ઉપલબ્ધ થાય છે.
  5. નાગરિકતા છોડી બાદ તમારે તમારું આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઈસન્સ જેવી ઓળખ આપતી ચીજવસ્તુઓ સબમિટ કરવી ફરજિયાત છે.

Leave a Reply

Your email address will not be published.