નાસભાગની ઘટના બાદ જાણીતા સ્ટેડિયમને જોખમી જાહેર કરાયું, વર્લ્ડકપ અગાઉ BCCIની ચિંતા વધી

Home » Latest Update » નાસભાગની ઘટના બાદ જાણીતા સ્ટેડિયમને જોખમી જાહેર કરાયું, વર્લ્ડકપ અગાઉ BCCIની ચિંતા વધી
નાસભાગની-ઘટના-બાદ-જાણીતા-સ્ટેડિયમને-જોખમી-જાહેર-કરાયું,-વર્લ્ડકપ-અગાઉ-bcciની-ચિંતા-વધી

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News

Google News

નાસભાગની ઘટના બાદ જાણીતા સ્ટેડિયમને જોખમી જાહેર કરાયું, વર્લ્ડકપ અગાઉ BCCIની ચિંતા વધી 1 - image

image source: IANS 

Chinnaswamy stadium branded as unsafe: બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 4 જૂન, 2025 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની IPL 2025ની વિજય પરેડ યોજાઇ હતી. વિજય પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ મચી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના બાદ કર્ણાટક સરકાર દ્વારા  ચિન્નાસ્વામી નાસભાગની તપાસ માટે ન્યાયાધીશ જોન માઈકલ ડી’કુન્હાની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી હતી આ ન્યાયિક કમિશનના રિપોર્ટમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ને લઈને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.ન્યાયમૂર્તિ  જોન માઈકલ ડી’કુન્હાની કમિશને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ‘જાહેર મેળાવડા માટે અયોગ્ય અને અસુરક્ષિત’ ગણાવ્યો છે. કમિશને રિપોર્ટમાં જણાવ્યું કે  ‘ચિન્નાસ્વામી સ્ટેડિયમનું વર્તમાન માળખું મોટા કાર્યક્રમો માટે અયોગ્ય અને જોખમી છે.’ કમિશનના આ રિપોર્ટ બાદ આ વર્ષના અંતમાં યોજાનાર મહિલા વિશ્વકપ મેચ સહિત અનેક મેચ પર જોખમ ઊભું થયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પણ વિચાર કરવા માટે મજબૂર થવું પડી શકે છે અને વિશ્વકપની મેચોને બીજા સ્થાને યોજવા પર વિચારવા કરવો પડી શકે છે.

ICCની મેચ પર અસર પડી શકે છે

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મહિલા વિશ્વકપની મેચ આ વર્ષના અંતમાં યોજાશે મહિલા વિશ્વકપની મેચ યોજાવા જઈ રહી છે. પણ હવે ન્યાયમૂર્તિ જોન માઈકલ ડી’કુન્હાની કમિશને કેબિનેટમાં રિપોર્ટ સુપરત કર્યા બાદ ICCની આ મેચ પર અસર પડી શકે છે.  આવતા મહિને કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA) દ્વારા આયોજિત ‘મહારાજા ટ્રોફી ટી20’ ટુર્નામેન્ટ દર્શકો વિના યોજવાનો નિર્ણય પહેલેથી જ કરવામાં આવ્યો છે

ન્યાયિક પંચે કરી ભલામણ

કર્ણાટકની  કેબિનેટ બેઠકમાં ન્યાયિક પંચે જણાવ્યું હતું કે ‘ સ્ટેડિયમના પ્રવેશ દ્વાર કે બહાર નીકળવાના દરવાજા આતંરાષ્ટ્રીય સુરક્ષાની જેમ હોવા જરૂરી છે. ન્યાયિક પંચે ભલામણ કરી છે કે મોટા કાર્યક્રમો ફક્ત એવા સ્ટેડિયમમાં જ યોજવા જોઈએ જે આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે છે. પંચે કહ્યું કે ICC, BCCI કે IPL જેવી મોટી રમતોને બીજા સ્થાને (જ્યાં પૂરતા પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા હોય તેવા સ્થાને) આયોજિત કરવા પર વિચાર કરવો જોઈએ’ 

Leave a Reply

Your email address will not be published.