મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાં એક હ્રદયવિદારક ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો. મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે.
અહેવાલો મુજબ, શુક્રવારે (25 જુલાઈ) સવારે ચારેયના મૃતદેહ ઘરમાંથી મળ્યા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં મિલકતના વિભાજનનો ઉલ્લેખ હતો. નોટમાં લખ્યું હતું કે મિલકત ત્રણ ભાઈઓમાં વહેંચવી જોઈએ અને પત્ની દ્રૌપદીને કંઈ આપવું નહીં.
ઘટનાના સમયે મનોહરની પત્ની દ્રૌપદી લોધી ઘરે નહોતી, કારણ કે તે ત્રણ દિવસથી મામાના ઘરે રહી રહી હતી. દ્રૌપદીએ આઘાતજનક આરોપ મૂક્યો કે તેનો દેર સુરેન્દ્ર છેલ્લા બે વર્ષથી તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપી રહ્યો હતો અને જો તે વાત બહાર લાવશે તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો.
પોલીસે દ્રૌપદીના નિવેદનને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. સુસાઈડ નોટ અને દ્રૌપદીના સનસનાટીભર્યા આરોપો કારણે આ કેસ વધુ રહસ્યમય બની ગયો છે.

Leave a Reply