અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને અત્યાર સુધીનો સૌથી મોટો અને લાભકારી કરાર ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.
આ કરાર અંતર્ગત યુરોપિયન યુનિયનના તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. સાથે જ, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનોની ખરીદીમાં વધારો કરશે. ઊર્જા ક્ષેત્રમાં પણ મોટું સોદું થયું છે, જેમાં EU અમેરિકા પાસેથી આશરે $150 બિલિયનની ઊર્જા ખરીદશે, જે આર્થિક સહકારને મજબૂત બનાવશે.
ઉપરાંત, યુરોપિયન યુનિયન અમેરિકામાં $600 બિલિયનનું રોકાણ કરશે, જે અમેરિકાના અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર હાલની ડ્યુટી સિસ્ટમ યથાવત રહેશે. ચિપ્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે કલમ 232 હેઠળ આગામી બે અઠવાડિયામાં નવી જાહેરાત થવાની છે, જે ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Leave a Reply