સાપ્તાહિક રાશિફળ (28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025): જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?

સાપ્તાહિક રાશિફળ (28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025): જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?

જુલાઈ મહિનાનો પાંચમો સપ્તાહ, એટલે કે 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025, દરેક રાશિના જાતકો માટે વિવિધ પરિણામો લઈને આવ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ગતિ તમારા જીવનમાં નવા સંકેતો આપી રહી છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર આ સપ્તાહમાં મેષ રાશિના જાતકોએ શાંતિપૂર્વક સમય પસાર કરવો જરૂરી છે. કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ ઉતાવળથી દૂર રહેવું જરૂરી છે, જ્યારે મકર રાશિના જાતકોને અગત્યની મુલાકાતમાં સફળતા મળી શકે છે. મીન રાશિના જાતકો માટે નવા આયોજનની શક્યતા છે. હવે જાણીએ દરેક રાશિ માટે આ સપ્તાહના ખાસ સંકેતો.

મેષ રાશિ: ઉતાવળ કરવાની વૃત્તિ વધુ જોવા મળશે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. મતભેદ ટાળો અને શાંતિપૂર્વક વર્તો. લોકો સાથે મળવાનું અને નવી બાબતો જાણવા ઉત્સુકતા વધશે.

વૃષભ રાશિ: સહયોગની ભાવના મજબૂત રહેશે. પરિચિતો સાથે સમય વિતાવશો અને સામાજિક કાર્યમાં યોગદાન આપશો. ઉત્સાહ સારો રહેશે, પરંતુ તેનો અતિરેક ટાળો.

મિથુન રાશિ: અંગત કાર્યોમાં સમય વ્યય થઈ શકે છે, આયોજન જરૂરી છે. ચર્ચા દરમિયાન ઉશ્કેરાટથી બચો અને તકરાર ન થાય તેનું ધ્યાન રાખો. થાકની અસર કામના અંતે દેખાશે.

કર્ક રાશિ: સહયોગ મળશે અને કાર્યમાં ઉત્સાહ વધશે. અતિ ઉત્સાહ ટાળો. આરામની ઈચ્છા ફુરસદમાં વધુ રહેશે અને અન્ય પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે.

સિંહ રાશિ: પારિવારિક અથવા વ્યવસાયિક ચર્ચામાં સમય વિતાવશો. આયોજન સાથે કાર્ય સફળ થશે અને નવું જાણવા ઉત્સુકતા વધશે.

કન્યા રાશિ: અચાનક મુલાકાત દરમિયાન વ્યસ્તતા વધશે. નવા મિત્રો બનશે, વાહન ધીમે ચલાવો અને ખોટા ખર્ચથી બચો.

તુલા રાશિ: મુલાકાત અને કામકાજ દરમિયાન સુમેળ સારું રહેશે. નવું આયોજન શક્ય છે અને નવા પરિચયથી આનંદ મળશે. સામાજિક કાર્યમાં યોગદાન આપશો.

વૃશ્ચિક રાશિ: ઉતાવળ ન કરો, વાર્તાલાપમાં ચોકસાઈ રાખો. વ્યવહારુ અભિગમથી સારો પ્રતિસાદ મળશે. ગણતરીપૂર્વક વ્યવહાર કરવો યોગ્ય છે.

ધન રાશિ: મુલાકાતો અને મુસાફરીની શક્યતા છે. સમયનો વ્યય ટાળવા આયોજન કરો. ખોટા ખર્ચથી સાવધ રહો.

મકર રાશિ: વાણીનો પ્રભાવ સારો રહેશે. અગત્યની મુલાકાત સફળ થશે. નવા કાર્ય માટે ઉત્સાહ વધશે અને પ્રયત્નો કરવાની ઈચ્છા જાગશે.

કુંભ રાશિ: કાર્યની કદર થશે, આત્મવિશ્વાસ વધશે અને વ્યવહારમાં સારી અસર જોવા મળશે. પ્રતિભા સકારાત્મક અસર કરશે અને નવી ઓળખાણ બનશે.

મીન રાશિ: મજકવૃત્તિ ટાળો, ગેરસમજથી બચો. નવું આયોજન શક્ય છે પરંતુ ઉતાવળ ન કરો. પારિવારિક અને વ્યવસાયિક ચર્ચામાં કાળજી રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.