સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...
Day: July 30, 2025
‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.” કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે...
રશિયાના કામચાટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
રશિયાના કામચાટકા પ્રદેશમાં વહેલી સવારે 8.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું, જેના કારણે આસપાસના દરિયાકાંઠાઓ પર સુનામીનો ખતરો ઉભો થયો છે. ભૂકંપ બાદ જાપાન અને અમેરિકાની એજન્સીઓએ તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કર્યું. સુનામીની ચેતવણી અમેરિકા અને જાપાન સુધી સુનામી ચેતવણી માત્ર રશિયાના દરિયાકાંઠાઓ પૂરતી સીમિત નથી,...
હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ
25 જુલાઈએ ગુવાહાટીમાં બનેલા હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન નંદિનીને ગુવાહાટીમાંથી કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના 25 જુલાઈની રાત્રે લગભગ 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થી સમીઉલ હક રસ્તો ક્રોસ કરી...
ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ જણાવ્યું કે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરશે અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, “ભારત સરકારે હંમેશા ખેડૂતો,...
ટ્રમ્પની મોટી જાહેરાત: ભારત પર 25% ટેરિફ, 1 ઓગસ્ટથી લાગુ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકા માટે મિત્ર દેશ હોવા છતાં વેપારના ક્ષેત્રમાં પૂરતું સહકાર આપતું નથી. તેમણે ભારતની ટ્રેડ નીતિઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંનું એક છે....
ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલવો, યશસ્વીને ભારે નુકસાન, રુટની બાદશાહત કાયમ
ICC Rankings Pant: ICCની તાજેતરની ટેસ્ટ રેકિંગમાં ઋષભ પંતે ત્રણ પોઈન્ટનો જંપ લગાવ્યો છે. ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પણ પંતે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. ICC રેન્કિંગમાં તેને આનો બદલો મળ્યો છે. પંતે એક પોઈન્ટનો ફાયદો થયો છે. આ પણ વાંચો: ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ...
ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ નહીં રમે, પ્લેઈંગ 11 જાહેર
Image Source: IANS IND vs ENG Oval Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંદુલકર ટ્રોફી હેઠળ પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ઓવલમાં રમાવવાની છે. જો કે, આ મેચ અગાઉ જ ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. તેની ગેરહાજરીમાં ઓલી પોપ ઇંગ્લિશ ટીમની આગેવાની કરશે. ભારત-ઇંગ્લેન્ડના પેસર્સ થાક્યા આ દરમિયાન હવે...
વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત
World Championship of Legends: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની મેચ રમશે નહીં. ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં ઓલઆઉટ કરી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ...
ટીમ ઈન્ડિયાના સ્ટાર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20I માં બન્યો નંબર-1 બેટર
ICC T20I No.1 Batter: ઈંગ્લેન્ડ અને ભારતના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટના રોમાંચક ડ્રો બાદ ICC રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. બીજી તરફ T20I બેટ્સમેનોની તાજેતરના રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન તરીકે એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે. અત્યાર સુધી નંબર 1 T20 બેટ્સમેન ટ્રેવિસ હેડ હતો, જે હવે નંબર 2 પર પહોંચી ગયો છે. અભિષેક શર્માએ ઈતિહાસ...









