ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલવો, યશસ્વીને ભારે નુકસાન, રુટની બાદશાહત કાયમ

Home » Latest Update » ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલવો, યશસ્વીને ભારે નુકસાન, રુટની બાદશાહત કાયમ
icc-ટેસ્ટ-રેન્કિંગમાં-રિષભ-પંતનો-જલવો,-યશસ્વીને-ભારે-નુકસાન,-રુટની-બાદશાહત-કાયમ

ICC Rankings Pant: ICCની તાજેતરની ટેસ્ટ રેકિંગમાં ઋષભ પંતે ત્રણ પોઈન્ટનો જંપ લગાવ્યો છે. ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પણ પંતે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. ICC રેન્કિંગમાં તેને આનો બદલો મળ્યો છે. પંતે એક પોઈન્ટનો ફાયદો થયો છે. 

આ પણ વાંચો: ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ નહીં રમે, પ્લેઈંગ 11 જાહેર

જોકે, ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ફિફ્ટી લગાવ્યા છતાં પણ યશસ્વી જયસ્વાલને ત્રણ પોઈન્ટનું નુકસાન ભોગવવું પડ્યું છે. માન્ચેસ્ટરમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલ 9મા ક્રમે યથાવત છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનું શાસન અકબંધ છે.

પંતનો જલવો અકબંધ

ચોથી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પણ અડધી સદી ફટકારનાર ઋષભ પંતને આઈસીસીની તાજેતરની ટેસ્ટ રેકિંગમાં ફાયદો થયો છે. પંત હવે બેટરોની રેકિંગમાં 8માં પોઈન્ટથી સાતમાં નંબર પર આવી ગયો છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં પંતનો જલવો અકબંધ રહ્યો છે. 

યશસ્વીને થયું નુકસાન

ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. જોકે, તે બીજી ઈનિંગમાં ખાતુ ખોલાવ્યા વગર જ પવેલિયનમાં પરત આવ્યો હતો. યશસ્વીને આઈસીસીના રેંકિંગમાં ત્રણ પોઈન્ટનું નુકસાન ભોગવવું પડ્યું હતું. યશસ્વી હવે આઠમાં નંબર પર આવી ગયો છે. ચોથી ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલે તેની પોઝીશન અકબંધ રાખવામાં સફળ રહ્યો હતો. ગિલ નવમાં નંબર પર યથાવત છે. 

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના સ્ટાર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20I માં બન્યો નંબર-1 બેટર

જો રૂટના બાદશાહત બરકરાર 

ઇંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટનું ટેસ્ટ ક્રિકેટમાં વર્ચસ્વ અકબંધ રહ્યું છે. રુટ વિશ્વના નંબર વન ટેસ્ટ બેટર છે. રુટે માન્ચેસ્ટરમાં શાનદાર બેટિંગ કરીને 150 રનોની ઈનિંગ્સ રમી હતી. તો, લોર્ડ્સમાં પણ તેનું બેટિંગ શાનદાર રહ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published.