લખનઉના ફ્રેન્ચાઈઝી દ્વારા IPL-2026ની તૈયારી શરૂ, ભરત અરૂણને ટીમમાં કર્યા સામેલ

Home » Latest Update » લખનઉના ફ્રેન્ચાઈઝી દ્વારા IPL-2026ની તૈયારી શરૂ, ભરત અરૂણને ટીમમાં કર્યા સામેલ
લખનઉના-ફ્રેન્ચાઈઝી-દ્વારા-ipl-2026ની-તૈયારી-શરૂ,-ભરત-અરૂણને-ટીમમાં-કર્યા-સામેલ

IPL-2026 : ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હવે IPL-2026ની સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે જોડાયા છે. ભરત અરુણે ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવું એ સન્માનની વાત છે, એક ફ્રેન્ચાઇઝી જે દરેક સ્તરે વ્યાવસાયિકતા, મહત્વાકાંક્ષા અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. મારી ડૉ. સંજીવ ગોએન્કા અને મેનેજમેન્ટ સાથે સારી અને ઉર્જાભરી વાતચીત થઈ. 

IPL-2024માં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું

ભરત અરુણનો કોચિંગનો બહોળો અનુભવ છે, જેમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય ટીમ અને કોલકાતા સાથે સફળતા મેળવી છે. હવે, તેઓ લખનઉના યુવા અને પ્રતિભાશાળી ઝડપી બોલરોને વિકસાવવામાં અને તેમને માર્ગદર્શન આપવામાં મદદ કરશે. તેઓ લખનઉના કોચિંગ સ્ટાફમાં હેડ કોચ જસ્ટિન લેંગર અને મેન્ટર ઝહીર ખાન સાથે જોડાશે. ભરત અરુણ 2022 સીઝન પહેલા કોલકાતામાં જોડાયા હતા. તેમણે કોલકાતાને IPL-2024માં ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

One of the best in the business. He is now a Super Giant 💙 pic.twitter.com/9tTHsvoe6o

— Lucknow Super Giants (@LucknowIPL) July 30, 2025

આ પણ વાંચો : IND vs AUS U-19: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ મેચ રમશે ભારત, BCCIએ કરી ટીમની જાહેરાત

ટીમ ઈન્ડિયામાં પણ બોલિંગ કોચની ભૂમિકા નિભાવી

તેમણે ભારતીય ટીમ સાથે બોલિંગ કોચ તરીકે બે કાર્યકાળ વિતાવ્યા હતા. ભારતીય ટીમ સાથે તેમનો પહેલો કાર્યકાળ 2014થી 2015 અને બીજો કાર્યકાળ 2017થી 2021 T20 વર્લ્ડ કપ સુધીનો હતો, જ્યાં તેમણે ભારતીય ટીમમાં ઝડપી બોલિંગ વિભાગમાં મોટી ભૂમિકા ભજવી હતી. અરૂણ હવે લખનઉના કોચિંગ સ્ટાફમાં સામેલ થઈ ગયા છે. સ્ટાફમાં હાલમાં મેન્ટર ઝહીર ખાન, મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને સહાયક કોચ લાન્સ ક્લુઝનર સામેલ છે.

તમિલનાડુને બે રણજી ફાઈનલમાં પહોંચાડી

ભરત અરુણે ભારત માટે માત્ર 2 ટેસ્ટ મેચ અને 4 વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમી છે. તેમણે તમિલનાડુ માટે 1982/83 થી 1991/92 સુધી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી. ઘરેલુ સર્કિટમાં તેઓ એક સફળ ઓલરાઉન્ડર હતા. તેઓ 1987-88 માં રણજી ટ્રોફી જીતનાર તમિલનાડુ ટીમનો પણ ભાગ હતા. તેમણે 2002 માં તમિલનાડુની રણજી ટીમ સાથે કોચ તરીકે શરૂઆત કરી અને ટીમને 4 વર્ષના કાર્યકાળમાં બે રણજી ફાઇનલમાં પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો : ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલવો, યશસ્વીને ભારે નુકસાન, રુટની બાદશાહત કાયમ

Leave a Reply

Your email address will not be published.