IND vs AUS U-19: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ મેચ રમશે ભારત, BCCIએ કરી ટીમની જાહેરાત

Home » Latest Update » IND vs AUS U-19: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ મેચ રમશે ભારત, BCCIએ કરી ટીમની જાહેરાત
ind-vs-aus-u-19:-ઓસ્ટ્રેલિયા-વિરૂદ્ધ-ત્રણ-વનડે-અને-બે-યૂથ-ટેસ્ટ-મેચ-રમશે-ભારત,-bcciએ-કરી-ટીમની-જાહેરાત

IND vs AUS U-19: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં થશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરૂદ્ધ ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. આ સીરિઝ યુવા ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની પ્રતિભા બતાવવાનો શાનદાર મોકો હશે. હાલમાં જ ભારતની અંડર-19 ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા જશે વૈભવ સૂર્યવંશી

જૂનિયર ક્રિકેટ સમિતિએ આયુષ મ્હાત્રેને ટીમના કેપ્ટન બનાવાયા છે, જ્યારે વિહાન મલ્હોત્રા વાઇસ કેપ્ટન બનાવાયા. આ સિવાય 15 વર્ષીય વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીને પણ સ્ક્વોર્ડમાં સામેલ કરાયા છે. વૈભવ સૂર્યવંશીએ હાલમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ પર દમદાર બેટિંગ કરી હતી અને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે તેઓ ઓસ્ટ્રેલિયામાં પોતાનો જલવો બતાવતા નજરે પડશે. ત્યારે, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડૂ, આરએસ અંબરીશ અને કનિષ્ક ચૌહાણ જેવા યુવા ખેલાડી પણ આ પ્રવાસમાં ભાગ લેશે.

વનડે સીરિઝથી થશે શરૂઆત

ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે સૌથી પહેલા 3 વનડે મેચ રમાશે. સીરિઝની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ બીજી મેચ 24 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ 26 સપ્ટેમ્બરે થશે. ત્યારે, બંને ટીમો વચ્ચે 2 યૂથ ટેસ્ટ મેચ પણ રમાશે. પહેલી મેચ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી રમાશે. આ મેચો માટે કુલ 17 ખેલાડીઓને પસંદ કરાયા છે અને 5 પ્લેયર્સને સ્ટેન્ડ બાય તરીકે પણ પસંદ કરાયા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમ

આયુષ મ્હાત્રે(કેપ્ટન), વિહાન મલ્હોત્રા(વાઈસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડૂ(વિકેટકીપર), હરવંશ સિંહ(વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનિલ પટેલ, ડી દીપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલાન પટેલ, ઉધવ મોહન, અમન ચૌહાણ.

Leave a Reply

Your email address will not be published.