Asia Cup 2025: એશિયા કપ 2025ની જાહેરાત થઈ ચૂકી છે અને તેનું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે. એશિયા કપ નવમીથી 28મી સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં ટી20 ફોર્મેટમાં રમાશે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે એશિયા કપ રદ થઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ન્યૂટ્રલ વેન્યૂ પર આયોજન કરવા સંમતિ આપી હતી. ત્યારબાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસીન નકવીએ એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) પછી ટુર્નામેન્ટની જાહેરાત કરી હતી. આ દરમિયાન ભારત માટે ચિંતા એ છે કે શું જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી આ એશિયા કપમાં રમશે?
બુમરાહ અને શમીના એશિયા કપમાં રમવા અંગે અટકળો
અહેવાલા અનુસાર, એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ દાવો કર્યો છે કે, ‘એશિયા કપ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં સમાવેશ કરી શકે તેમ જણાતું નથી. મારૂ માનવું છે કે, જો બુમરાહ પાંચમી ટેસ્ટ ન રમે તો તે એશિયા કપમાં રમવું જોઈએ.’
આ પણ વાંચો: ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો: ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર-1, જુઓ લિસ્ટ
મોહમ્મદ શમી અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું કે, જસપ્રીત બુમરાહના સાથી ઝડપી બોલર મોહમ્મદ શમીની ફિટનેસ સમસ્યાઓના કારણે ટુર્નામેન્ટ માટે પસંદગી ભાગ્યે જ થઈ શકે છે. હું ગેરેન્ટી આપી શકું છું કે મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કરાશે નહીં, કારણ કે શમીને છેલ્લી વખત ફિટનેસ ચકાસવા અને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે ટીમ નક્કી થઈ ગઈ છે અને જો તે ટેસ્ટ મેચ નહીં રમે, તો મને નથી લાગતું કે તે આ સમયે ટી20 ક્રિકેટ રમશે.’
એશિયા કપ 2025નું શેડ્યૂલ
નવમી સપ્ટેમ્બર( મંગળવાર) અફઘાનિસ્તાન VS હોંગકોંગ
10મી સપ્ટેમ્બર (બુધવાર) ભારત VS યુએઈ
11મી સપ્ટેમ્બર (ગુરૂવાર) બાંગ્લાદેશ VS હોંગકોંગ
12મી સપ્ટેમ્બર (શુક્રવાર) પાકિસ્તાન VS ઓમાન
13મી સપ્ટેમ્બર (શનિવાર) બાંગ્લાદેશ VS શ્રીલંકા
14મી સપ્ટેમ્બર (રવિવાર) ભારત VS પાકિસ્તાન
15મી સપ્ટેમ્બર (સોમવાર) શ્રીલંકા VS હોંગકોંગ
16મી સપ્ટેમ્બર (મંગળવાર) બાંગ્લાદેશ VS અફઘાનિસ્તાન
17મી સપ્ટેમ્બર (બુધવાર) પાકિસ્તાન VS યુએઈ
18મી સપ્ટેમ્બર (ગુરૂવાર) શ્રીલંકા VS અફઘાનિસ્તાન
19મી સપ્ટેમ્બર (શુક્રવાર) ભારત VS ઓમાન
સુપર 4 મેચ શેડ્યૂલ
20મી સપ્ટેમ્બર (શનિવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 VS ગ્રુપ બી ક્વોલિફાયર 2
21મી સપ્ટેમ્બર (રવિવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 VS ગ્રુપ એ ક્વોલિફાયર 2
23મી સપ્ટેમ્બર (મંગળવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 VS ગ્રુપ બી ક્વોલિફાયર 2
24મી સપ્ટેમ્બર (બુધવાર): ગ્રુપ બી ક્વોલિફાયર 1 VS ગ્રુપ બી ક્વોલિફાયર 2
25મી સપ્ટેમ્બર (ગુરુવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 2 VS ગ્રુપ બી ક્વોલિફાયર 2
26મી સપ્ટેમ્બર (શુક્રવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 VS ગ્રુપ બી ક્વોલિફાયર 1
28મી સપ્ટેમ્બર (રવિવાર): ફાઈનલ મેચ

Leave a Reply