અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે એક ઐતિહાસિક તેલ વિકાસ કરારની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવશે. ટ્રમ્પે જણાવ્યું કે આ ભાગીદારીને આગળ વધારવા માટે એક આંતરરાષ્ટ્રીય તેલ કંપનીની પસંદગી કરવામાં આવી રહી છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે, “શું ખબર, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચે.”...
Month: July 2025
લખનઉના ફ્રેન્ચાઈઝી દ્વારા IPL-2026ની તૈયારી શરૂ, ભરત અરૂણને ટીમમાં કર્યા સામેલ
IPL-2026 : ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હવે IPL-2026ની સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે જોડાયા છે. ભરત અરુણે ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવું એ સન્માનની વાત છે, એક ફ્રેન્ચાઇઝી જે દરેક સ્તરે...
IND vs AUS U-19: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ મેચ રમશે ભારત, BCCIએ કરી ટીમની જાહેરાત
IND vs AUS U-19: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં થશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરૂદ્ધ ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. આ સીરિઝ યુવા ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની પ્રતિભા બતાવવાનો શાનદાર મોકો હશે. હાલમાં જ...
‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...
‘કોંગ્રેસે POK ગુમાવ્યું, ભાજપ જ તેને પાછું લેશે’: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસે પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POK) ગુમાવ્યું છે, પરંતુ ભાજપ સરકાર તેને પાછું લાવશે.” કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ અમિત શાહે કહ્યું કે દેશમાં આતંકવાદ ફેલાવાનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે...
રશિયાના કામચાટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
રશિયાના કામચાટકા પ્રદેશમાં વહેલી સવારે 8.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું, જેના કારણે આસપાસના દરિયાકાંઠાઓ પર સુનામીનો ખતરો ઉભો થયો છે. ભૂકંપ બાદ જાપાન અને અમેરિકાની એજન્સીઓએ તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કર્યું. સુનામીની ચેતવણી અમેરિકા અને જાપાન સુધી સુનામી ચેતવણી માત્ર રશિયાના દરિયાકાંઠાઓ પૂરતી સીમિત નથી,...
હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ
25 જુલાઈએ ગુવાહાટીમાં બનેલા હીટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે બપોરે દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાન નંદિનીને ગુવાહાટીમાંથી કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના 25 જુલાઈની રાત્રે લગભગ 3 વાગ્યે ગુવાહાટીના દક્ષિણ ગામ વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થી સમીઉલ હક રસ્તો ક્રોસ કરી...
ટ્રમ્પના ટેરિફ પર ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા: ‘દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત બાદ ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીએ જણાવ્યું કે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર તમામ જરૂરી પગલાં ભરશે અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે. સરકારે નિવેદનમાં કહ્યું છે કે, “ભારત સરકારે હંમેશા ખેડૂતો,...
ટ્રમ્પની મોટી જાહેરાત: ભારત પર 25% ટેરિફ, 1 ઓગસ્ટથી લાગુ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકા માટે મિત્ર દેશ હોવા છતાં વેપારના ક્ષેત્રમાં પૂરતું સહકાર આપતું નથી. તેમણે ભારતની ટ્રેડ નીતિઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંનું એક છે....
ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલવો, યશસ્વીને ભારે નુકસાન, રુટની બાદશાહત કાયમ
ICC Rankings Pant: ICCની તાજેતરની ટેસ્ટ રેકિંગમાં ઋષભ પંતે ત્રણ પોઈન્ટનો જંપ લગાવ્યો છે. ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પણ પંતે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. ICC રેન્કિંગમાં તેને આનો બદલો મળ્યો છે. પંતે એક પોઈન્ટનો ફાયદો થયો છે. આ પણ વાંચો: ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ...









