ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઊંચા પર્વતીય વિસ્તારોમાં સ્વદેશી રીતે વિકસાવેલી ‘આકાશ પ્રાઇમ’ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું. 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલા આ પરીક્ષણમાં મિસાઇલે ઊંચાઈ પર ઊડતાં હવાઈ લક્ષ્યો પર ખૂબ જ સચોટ પ્રહાર કર્યા. આ પરીક્ષણ સંરક્ષણ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ મોન્ટમેન્ટ બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં...
Month: July 2025
“ઇચ્છો તો સાથે આવી જાઓ”: ફડણવીસની ખુલ્લી ઓફર પર ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવી ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વર્ષ 2029 સુધી ભાજપ અને તેનું ગઠબંધન વિપક્ષમાં નહીં જાય. સાથે સાથે તેમણે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેનાં પક્ષને ઈશારામાં સત્તા પંથકમાં આવવાની ખુલ્લી ઓફર આપી. BMC ચૂંટણીના સંદર્ભે રાજકીય સંકેત મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીઓ...
ભારતીય બજારમાં અમેરિકાને પૂર્ણ પ્રવેશ મળશે : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર માટેની ચર્ચાઓમાં નવો વળાંક આપતાં જણાવ્યું છે કે, આ માટે પગલાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છે અને સંભવિત કરારથી અમેરિકાને ભારતીય બજારમાં પૂર્ણ પ્રવેશ (ફૂલ એક્સેસ) મળશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધો મજબૂત બનાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે...
સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત
કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જામીન અરજીનો અધિકાર નહીં મળે આદેશ...
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે દીકરીનો જન્મ
બોલિવૂડના લોકપ્રિય કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના પ્રથમ સંતાનના જન્મથી ખુશીથી મહેકી ઉઠ્યાં છે. કિયારાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ આ સમાચાર મળતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદનો મળી રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં કપલે એક તસવીર શેર...
પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં ફેઈલ: RTIમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદના એરપોર્ટ પર તાજેતરમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર તૂટી પડ્યાની ઘટનાએ તોફાન મચાવ્યું છે. આ ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ પર વિવાદ ઉભો થયો છે. કેટલાકે આરોપ લગાવ્યો છે કે રિપોર્ટ પાઈલટને જવાબદાર ઠેરવીને બોઈંગ કંપનીને બચાવવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાની વચ્ચે એક આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે કે...
રાહુલ ગાંધીનો કટાક્ષ: “દેશની વિદેશ નીતિને એક સર્કસમાં ફેરવી દેવામાં આવી છે”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે. મંગળવારે (15 જુલાઈ) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભારતની વિદેશ નીતિને એક “સંપૂર્ણ વિકસિત સર્કસ”માં ફેરવી રહી છે. શું કહ્યું રાહુલ ગાંધીએ?...
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યાનો આરોપ છે અને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવવાની હતી. પરંતુ ભારત સરકારના સતત પ્રયાસો અને યમન સરકાર સાથે ચાલી રહેલા સંપર્કોના પગલે તે સજા તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ,...
18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ
ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ કરી પૃથ્વી પર વિજયી વાપસી કરી છે. તેઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા કેલિફોર્નિયાના તટે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયા. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:01 વાગ્યે થયેલું એ ઉતરાણ દેશ માટે ગૌરવની ક્ષણ બની. ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાયુમંડળમાં 27,000 કિમી પ્રતિ કલાકની...
દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને બાળ તબીબ ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું શનિવારના રોજ અડાલજ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પોતાની 6 વર્ષીય દીકરી દ્વીજાના ગોરાના જવારા પધરાવવા કેનાલ પર ગયા હતા. જવારા પધરાવતી ઘડી બની જીવલેણ ડૉ. નિરવ પોતાની...









