Month: July 2025

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા, પુત્રની પણ આ રીતે જ થઈ હતી હત્યા
Post

ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા, પુત્રની પણ આ રીતે જ થઈ હતી હત્યા

બિહારના જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી ગોપાલ ખેમકાની શુક્રવાર રાત્રે તેમની જ રહેણાંક એપાર્ટમેન્ટ બહાર હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક શખ્સ હેલ્મેટ પહેરીને કારની રાહ જોતા નજરે પડે છે અને માત્ર 6 સેકન્ડમાં ગોળી ચલાવીને સ્કૂટી પરથી ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજ અનુસાર, રાત્રે 11:38 વાગ્યે ગોપાલ...

સૈફ અલી ખાનની મિલકતના વિવાદમાં મોટો વળાંક: MP હાઇકોર્ટે 25 વર્ષ જૂનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કર્યો
Post

સૈફ અલી ખાનની મિલકતના વિવાદમાં મોટો વળાંક: MP હાઇકોર્ટે 25 વર્ષ જૂનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કર્યો

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ભોપાલના પૂર્વ નવાબ હમીદુલ્લાહ ખાનની મિલકત સંબંધિત વિવાદમાં મોટો નિર્ણય આપતાં ટ્રાયલ કોર્ટ દ્વારા વર્ષ 2000માં આપવામાં આવેલો ચુકાદો રદ કરી દીધો છે. હવે આ કેસની પુનઃસુનાવણી કરવાનો આદેશ આપતાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને એક વર્ષની અંદર નવો ચુકાદો આપવા માટે સૂચના આપી છે. શું છે કેસ? આ કેસમાં નવાબ હમીદુલ્લાહ ખાનના મોટા...

ફેક્ટરી ઍક્ટમાં સુધારા: હવે દરરોજ 12 કલાક કામ, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી
Post

ફેક્ટરી ઍક્ટમાં સુધારા: હવે દરરોજ 12 કલાક કામ, મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામની મંજૂરી

ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટ, 1948માં મહત્વપૂર્ણ સુધારા કરતા ફેક્ટરીઓમાં રોજના કામના કલાકો 9થી વધારીને 12 કર્યા છે. તેમ છતાં સપ્તાહના કુલ કામના કલાકોની મર્યાદા અગાઉની જેમ 48 કલાક યથાવત્ રહેશે. આ ફેરફાર ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઑર્ડિનન્સ 2025 દ્વારા કરવામાં આવ્યો છે, જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારી વિભાગ દ્વારા 1 જુલાઈથી અમલમાં મૂકાયો છે. સરકારના...

ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ
Post

ઓઢવમાં કરુણ ઘટના: માતાએ જ પોતાની 6 વર્ષીય પુત્રીની કરી હત્યા, પતિએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ, 4 જુલાઈ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં ગુરુવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં માતાએ પોતાની જ 6 વર્ષીય પુત્રીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે બાળકીના સાવકા પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા નોંધાયેલી FIR મુજબ, ઘટનાનો બનાવ 2 જુલાઈના બપોરનો છે....

ગુકેશે ફરીવાર વર્લ્ડ નંબર વન ખેલાડી પર જીત મેળવી, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાર બાદ કાર્લસનનો ખુલાસો કહ્યું “હવે રમવામાં પહેલાની મજા નથી આવતી”
Post

ગુકેશે ફરીવાર વર્લ્ડ નંબર વન ખેલાડી પર જીત મેળવી, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાર બાદ કાર્લસનનો ખુલાસો કહ્યું “હવે રમવામાં પહેલાની મજા નથી આવતી”

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ફરીવાર વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસન સામે જબરદસ્ત જીત નોંધાવી છે. ગુરુવારે સુપરયૂનાઇટેડ રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટના રેપિડ ફોર્મેટમાં 19 વર્ષીય ગુકેશે નોર્વેના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો હતો. આ જીત માત્ર એક મહિના પછી મળી છે જ્યારે ગુકેશે કાર્લસનને નોર્વે ચેસ ટુર્નામેન્ટના ક્લાસિકલ ફોર્મેટમાં હરાવ્યા હતા. કાર્લસનઃ “હવે મજા નથી...

હાઈકોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો; ‘મથુરા શાહી ઈદગાહ મસ્જિદ વિવાદિત ઢાંચો નહીં’
Post

હાઈકોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો; ‘મથુરા શાહી ઈદગાહ મસ્જિદ વિવાદિત ઢાંચો નહીં’

અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદના કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ શુક્રવાર, 4 જુલાઈના રોજ ચુકાદો આપતા શાહી ઇદગાહને અયોધ્યાની રામજન્મભૂમિની જેમ વિવાદિત માળખું જાહેર કરવાની હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. આ અરજી હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા 5 માર્ચ, 2025ના...

દુનિયાનું સૌથી ઘાતક F-35 ફાઇટર જેટ ભારતમાં ‘ગ્રાઉન્ડેડ’; હવે ટુકડામાં જશે પાછું
Post

દુનિયાનું સૌથી ઘાતક F-35 ફાઇટર જેટ ભારતમાં ‘ગ્રાઉન્ડેડ’; હવે ટુકડામાં જશે પાછું

બ્રિટિશ રોયલ નેવીના F-35 ફાઇટર જેટનું 14 જૂને કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને 19 દિવસ પછી પણ વિમાનમાં રહેલી ખામી દૂર થઈ નથી. હવે અહેવાલ છે કે ફાઇટર જેટને ટુકડાઓમાં તોડી પાડવામાં આવશે અને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા બ્રિટન પરત લઈ જવામાં આવશે.  કેરળમાં વિમાનને રિપેર કરવાના અનેક પ્રયાસો છતાં,...

દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ
Post

દાહોદની સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસ શરૂ

દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે. સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા...

24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં વરૂણ દેવ વરસ્યા, ઉત્તર ગુજરાતમાં અનરાધાર
Post

24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં વરૂણ દેવ વરસ્યા, ઉત્તર ગુજરાતમાં અનરાધાર

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ધમરોળ્યા બાદ હવે બનાસકાંઠાનો વારો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ...

પ્રધાનમંત્રી મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 કરાર અંગે સમજૂતી
Post

પ્રધાનમંત્રી મોદીને ઘાનાએ આપ્યું ‘રાષ્ટ્રીય સન્માન’, બંને દેશો વચ્ચે 4 કરાર અંગે સમજૂતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ‘ઓફિસર ઓફ...