ડિલીટ, હેક કે સસ્પેન્ડ? વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ફેન્સને રાહતના શ્વાસ

Home » Latest Update » ડિલીટ, હેક કે સસ્પેન્ડ? વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ફેન્સને રાહતના શ્વાસ
ડિલીટ,-હેક-કે-સસ્પેન્ડ?-વિરાટ-કોહલીનું-ઈન્સ્ટાગ્રામ-એકાઉન્ટ-ફરી-એક્ટિવ-થતાં-ફેન્સને-રાહતના-શ્વાસ

ડિલીટ, હેક કે સસ્પેન્ડ? વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ફેન્સને રાહતના શ્વાસ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News

Google News

ડિલીટ, હેક કે સસ્પેન્ડ? વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ફેન્સને રાહતના શ્વાસ 1 - image

Virat Kohli Instagram: ક્રિકેટ જગતના સુપરસ્ટાર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શુક્રવારે અચાનક સર્ચમાંથી ગાયબ થઈ જતાં લાખો ચાહકો ચોંકી ગયા હતા. જ્યારે ફેન્સ કોહલીની પ્રોફાઇલ ઓપન કરવાનો પ્રયત્ન કરાયો ત્યારે ‘Profile isn’t available’ નો મેસેજ જોવા મળ્યો હતો. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે વિરાટના ભાઈ વિકાસ કોહલીનું એકાઉન્ટ પણ શુક્રવાર સવારથી દેખાતું બંધ થઈ ગયું હતું. જોકે અમુક જ કલાકો બાદ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ચાહકોએ રાહતના શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોહલીની ટીમ કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે આ એકાઉન્ટ હેક થયું કે જાણીજોઈને ડિએક્ટિવેટ કરાયું હતું તે અંગે અટકળો તેજ થઈ હતી. 

ડિલીટ, હેક કે સસ્પેન્ડ? વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ફેન્સને રાહતના શ્વાસ 2 - image

રોહિત શર્માની પોસ્ટ અને પ્રમોશનલ એન્ગલ

વિરાટના એકાઉન્ટ ગાયબ થતા પહેલા જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય સ્ટોરી મૂકી હતી, જેમાં તેણે લખ્યું હતું કે “કંઈક મોટું આવી રહ્યું છે” અને અંતમાં #Collab ટેગનો ઉપયોગ કર્યો હતો. આ જોતા સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા હતા કે વિરાટનું એકાઉન્ટ ગાયબ થવું એ કોઈ મોટી બ્રાન્ડના પ્રમોશનલ કેમ્પેઈનનો ભાગ હોઈ શકે છે. અગાઉ પણ ઘણા સેલિબ્રિટીઝ કોઈ મોટી જાહેરાત કરતા પહેલા પોતાના એકાઉન્ટ આ રીતે હાઈડ કરી ચૂક્યા છે.

ડિલીટ, હેક કે સસ્પેન્ડ? વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક્ટિવ થતાં ફેન્સને રાહતના શ્વાસ 3 - image

સોશિયલ મીડિયા પર મીમ્સ અને રિએક્શન

ઇન્ટરનેટ પર વિરાટના ગાયબ થવાને હાલમાં વાયરલ થયેલા ‘missing penguin’ ટ્રેન્ડ સાથે જોડવામાં આવી રહ્યું હતું. નેટીઝન્સ મજાકમાં લખી રહ્યા હતા કે 2026નું વર્ષ ગાયબ થવાનું વર્ષ છે, જ્યાં પેન્ગ્વિન અને કોહલી બંને વગર કહ્યે ‘વોક આઉટ’ કરી ગયા છે. બીજી તરફ, ચિંતિત ચાહકો અનુષ્કા શર્માની પોસ્ટ પર જઈને “ભાભી, ભાઈનું એકાઉન્ટ ક્યાં ગયું?” તેવા સવાલો પૂછી રહ્યા હતા. જોકે, રાહતની વાત એ હતી કે વિરાટનું X (Twitter) એકાઉન્ટ હજુ પણ એક્ટિવ હતું અને હવે ઈન્સ્ટા એકાઉન્ટ ફરી એક્ટિવ દેખાઈ રહ્યું છે. તેના 27 કરોડથી વધુ ફોલોઅર્સ છે. 

મેદાન પર કોહલીનું શાનદાર ફોર્મ

ભલે સોશિયલ મીડિયા પર સસ્પેન્સ હોય, પરંતુ મેદાન પર 37 વર્ષીય વિરાટ કોહલીનું ફોર્મ જબરદસ્ત રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ તે લંડન પરત ફર્યો છે. તેણે છેલ્લી 9 વનડે મેચમાં 616 રન બનાવ્યા છે, જેમાં 3 સદીનો સમાવેશ થાય છે. કોહલી ટૂંક સમયમાં જ IPL 2026 માં RCB માટે રમતા જોવા મળશે, જ્યાં તેની ટીમ પોતાનું ટાઇટલ બચાવવા મેદાનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published.