હર્ષિત રાણા OUT, સિરાજની થઈ શકે છે ‘વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી’! T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર

Home » Latest Update » હર્ષિત રાણા OUT, સિરાજની થઈ શકે છે ‘વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી’! T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર
હર્ષિત-રાણા-out,-સિરાજની-થઈ-શકે-છે-‘વાઈલ્ડ-કાર્ડ-એન્ટ્રી’!-t20-વર્લ્ડકપ-પહેલા-ટીમ-ઈન્ડિયામાં-મોટા-ફેરફાર

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News

Google News

હર્ષિત રાણા OUT, સિરાજની થઈ શકે છે 'વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી'! T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર 1 - image

Harshit Rana Set to Miss T20 World Cup : ICC મેન્સ ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત હોવાના કારણે ટુર્નામેન્ટમાં નહીં રમી શકે. 

હર્ષિત ઈજાગ્રસ્ત થતાં સિરાજની લાગશે ‘લોટરી’! 

ભારતીય ટીમ મેનેજમેન્ટને પહેલા જ હર્ષિત રાણાની ઈજા વિશે જાણકારી મળી ગઈ હતી. હજુ સુધી BCCIએ આ મામલે સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ સૂત્રો અનુસાર તે વર્લ્ડકપ માટે ફિટ નથી. એવામાં શક્યતા છે કે હર્ષિતના બદલે ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવશે. આ મામલે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

શું થયું હર્ષિતને? 

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા સામેની વોર્મઅપ મેચમાં જ હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઘૂંટણમાં દુ:ખાવાના કારણે હર્ષિતને મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો. તેણે મેચમાં એક જ ઓવર બોલિંગ કરી હતી જેમાં 16 રન આપ્યા હતા. 

હર્ષિતની ખોટ વર્તાશે: સૂર્યકુમાર યાદવ

અમેરિકા સામેની વોર્મઅપ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ફિઝિયો હર્ષિતની તપાસ કરી રહ્યા છે. પણ તેમની સ્થિતિ સારી નથી લાગી રહી. ટીમના કોમ્બિનેશનને જોતાં આ મોટું નુકસાન છે. જો હર્ષિત નહીં રમે તેની ખોટ વર્તાશે. પણ અમારી પાસે ઘણા વિકલ્પ છે અને વર્લ્ડકપને જોતાં અમે શ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરીશું. 

નોંધનીય છે કે જ્યારે વર્લ્ડકપની સ્કવોડ જાહેર થઈ ત્યારે મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું નહોતું. પણ હર્ષિત ઈજાગ્રસ્ત થતાં સિરાજનું ભાગ્ય પલટાયું છે. 31 વર્ષનો સિરાજ અત્યાર સુધી 16 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમી ચૂકી છે જેમાં તેણે 14 વિકેટ ખેરવી છે. 

ટી20 વર્લ્ડકપ માટેની ભારતની ટીમ: 

સૂર્યકુમાર યાદવ

અક્ષર પટેલ

અભિષેક શર્મા

તિલક વર્મા

હાર્દિક પંડ્યા

શિવમ દુબે

સંજૂ સેમસન

કુલદીપ યાદવ

વરુણ ચક્રવર્તી

વોશિંગ્ટન સુંદર

જસપ્રીત બુમરાહ

અર્શદીપ સિંહ

રીન્કુ સિંહ

ઈશાન કિશન 

મોહમ્મદ સિરાજ ( શક્યતા ) 

Leave a Reply

Your email address will not be published.