Updated: Feb 15th, 2026
GS TEAM

Snake In Pakistan Dugout R. Premadasa Stadium: ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે(15 ફેબ્રુઆરી) T20 વર્લ્ડ કપ 2026ની યોજાનારી મેચ પહેલા એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાનની ટીમ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે પહોંચવાની હતી, એની પહેલા તેમના ડગઆઉટમાં એક સાપ જોવા મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
મેદાનમાં સાપ દેખાયો
શુક્રવારે(13 ફેબ્રુઆરી) જ્યારે કેપ્ટન સલમાન અલી આગા અને તેમની ટીમ ટ્રેનિંગ માટે મેદાન પર આવવાની હતી, ત્યારે ડગઆઉટમાં સાપ જોવા મળતા દોડધામ મચી હતી. સાંપને જોઈને સુરક્ષાકર્મી અને સ્ટાફ તરતજ એલર્ટ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં ઈન્ટરનેટ પર મીમ્સ બની રહ્યા છે.
4 સ્પેશિયાલિસ્ટ બોલર ઉતારી શકે છે પાકિસ્તાન
પાકિસ્તાન ટીમ ખાલી સાપ જ નહીં પરંતુ ભારત સામે પોતાની રણનીતિને લઈને પણ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ, આ મેચમાં પાકિસ્તાન 4 સ્પેશિયાલિસ્ટ બોલર ઉતરાશે. જેમાં બે સ્પિનર અબરાર અહેમદ અને ઉસ્માન તારિક. તેમજ બે ફાસ્ટ બોલર શાહીન શાહ અફરીદી અને સલમાન મિર્જા.
કોણ થશે પ્લેઈંગ-11થી બહાર?
ભારતની ટીમમાં અભિષેક શર્મા, ઈશાન કિશન અને તિલક વર્મા જેવા ડાબા હાથના બેટર છે. તેવામાં પાકિસ્તાનમાં ડાબા હાથના સ્પિનર મોહમ્મદ નવાજને બહાર રાખી શકે છે. તેની જગ્યાએ ફહીમ અશરફ અને શાબાદ ખાનને મોકો મળી શકે છે. કારણ કે, શાબાદની લેગ-સ્પિન બોલિંગ ભારતીય ડાબા હાથના ખેલાડી સામે કારગર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: IND vs PAK: પ્લેઈંગ-11માં મોટું સરપ્રાઈઝ આપશે ટીમ ઈન્ડિયા? પાકિસ્તાન 5 સ્પિનર્સ ઉતારે તેવી શક્યતા
કોલંબોમાં વરસાદની શક્યતા
પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમં પહેલી વખત આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. આ દરમિયાન કોલંબોમાં હવામાન અને પિચની સ્થિતિને જોતાં અંતિમ સમયે કેપ્ટન સલમાન આગાનો નિર્ણય બદલી શકે છે. જેમાં કોલંબોમાં વરસાદની શક્યતા છે. હવે જોવાનું એ છે કે, શું ભારત અને પાકિસ્તાનની મેચ થશે કે પછી વરસાદના કારણે બંને ટીમને 1-1 પોઈટ મળશે?

Leave a Reply