‘અલ્લાહ કરે કાલે વરસાદ પડે…!’ પૂર્વ પાક. ક્રિકેટરે ભારત-પાકિસ્તાન મેચ પહેલા માંગી દુઆ

Home » Latest Update » ‘અલ્લાહ કરે કાલે વરસાદ પડે…!’ પૂર્વ પાક. ક્રિકેટરે ભારત-પાકિસ્તાન મેચ પહેલા માંગી દુઆ
‘અલ્લાહ-કરે-કાલે-વરસાદ-પડે…!’-પૂર્વ-પાક.-ક્રિકેટરે-ભારત-પાકિસ્તાન-મેચ-પહેલા-માંગી-દુઆ

‘અલ્લાહ કરે કાલે વરસાદ પડે…!’ પૂર્વ પાક. ક્રિકેટરે ભારત-પાકિસ્તાન મેચ પહેલા માંગી દુઆ

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News

Google News

'અલ્લાહ કરે કાલે વરસાદ પડે...!' પૂર્વ પાક. ક્રિકેટરે ભારત-પાકિસ્તાન મેચ પહેલા માંગી દુઆ 1 - image

IND vs PAK, T20 World Cup 2026: કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રવિવારે(15 ફેબ્રુઆરી) રમાનારી ભારત અને પાકિસ્તાન મેચ પર વરસાદનું સંકટ છે. તેવામાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી પણ કુદરત પાસે દુઓ માંગ રહ્યા છે કે રમત ન થાય. જેમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ‘અલ્લાહ કરે કાલે વરસાદ પડે…!’ 

‘અલ્લાહ કરે કાલે વરસાદ પડે…!’ 

એક પાકિસ્તાની ટીવી ચેનલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ ચોંકાવનારી વાત કહી હતી. તેમણે કહ્યું કે, ‘મેચનું પરિણામ શું આવશે, તેનો બધાને ખ્યાલ છે. એટલાં માટે હું એ વિચારું છું કે, અલ્લાહ કરે કાલે વરસાદ પડે. આમ થવાથી પાકિસ્તાનને એક પોઈન્ટ તો મળે.’ આ વાત પરથી ખ્યાલ આવે છે કે, તેઓને તેમની ટીમ જીતે તેના પર ભરોસો નથી. 

ટીમ ઈન્ડિયાની રોયલ એન્ટ્રી

મેચની સાથે બંને ટીમોની જીવનશૈલી અને મુસાફરીની આદતોની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની પત્રકાર ખાલિદ બેગે કોલંબોથી અહેવાલ આપ્યો કે, ટીમ ઈન્ડિયાનું સ્વાગત રાજવી પરિવારની જેમ કરવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાની ટીમ સામાન્ય ફ્લાઇટમાં કોલંબો પહોંચી અને શાંતિથી હોટેલમાં ગઈ, ત્યારે BCCIએ ટીમ ઈન્ડિયા માટે એક ખાસ લક્ઝરી ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાન મેચ પર ફરી સંકટના વાદળ! જાણો વરસાદની આગાહી

હાર્દિકની ઘડિયાળ ચર્ચાનો વિષય

એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની કરોડોની ઘડિયાળ ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ જબદસ્ત અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.