IND vs WI LIVE: ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, વેસ્ટ ઈન્ડિઝની પહેલા બેટિંગ, જાણો પ્લેઈંગ 11

Home » Latest Update » IND vs WI LIVE: ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, વેસ્ટ ઈન્ડિઝની પહેલા બેટિંગ, જાણો પ્લેઈંગ 11
ind-vs-wi-live:-ભારતે-ટોસ-જીતીને-બોલિંગ-પસંદ-કરી,-વેસ્ટ-ઈન્ડિઝની-પહેલા-બેટિંગ,-જાણો-પ્લેઈંગ-11

IND vs WI T20 WC: ICC મેન્સ T20 વર્લ્ડ કપનો 52મો મુકાબલો આજે(1 માર્ચ) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા છે. ભારતને 196 રનનો ટાર્ગટ મળ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી સુપર-8ની આ ટક્કર બંને ટીમો માટે ક્વાર્ટર ફાઈનલ જેવી છે. કારણ કે આ મેચમાં જે જીતશે તે સેમિ ફાઈનલમાં પહોંચી જશે. હારનારી ટીમ માટે વર્લ્ડ કપ 2026ની સફર અહીં જ પૂર્ણ થઈ જશે. 

સુપર 8 ગ્રુપ 1 ની આ મેચ હારનાર ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. વિજેતા ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. દક્ષિણ આફ્રિકા આ ​​ગ્રુપમાંથી સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ગ્રુપ 2 માંથી સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. જોકે, વેસ્ટ ઇન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાનો T20 વર્લ્ડ કપ મેચોનો ઇતિહાસ ખાસ સુખદ રહ્યો નથી. બંને ટીમો અત્યાર સુધી ચાર T20 વર્લ્ડ કપ મેચ રમી છે, જેમાં ભારત ફક્ત એક જ વાર જીત્યું છે.

 IND vs WI T20 WC LIVE UPDATES: 

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ

ભારતને 196 રનનો ટાર્ગેટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર- 195/4 (20 ઓવર) 

રોવમેન પોવેલ(34 રન) અને જેસન હોલ્ડરે(37 રન) શાનદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા છે. ભારતને 196 રનનો ટાર્ગટ મળ્યો છે.

ભારતીય ટીમને ચોથી સફળતા, શેરફેન રધરફોર્ડ આઉટ, સ્કોર- 190/4 (19.1 ઓવર)

શેરફેન રધરફોર્ડ  9 બોલમાં 14 રન બનાવીને હાર્દિક પંડ્યાના બોલ પર આઉટ થયો છે. હાલ, રોવમેન પોવેલ અને જેસન હોલ્ડર ક્રીઝ પર છે.

ભારતીય ટીમને ત્રીજી સફળતા, ચેઝ આઉટ, સ્કોર- 103/2 (11.5 ઓવર)

રોસ્ટન ચેઝ 24 બોલમાં 40 રન બનાવીને જસપ્રીત બુમરાહના બોલ પર આઉટ થયો છે.

ભારતીય ટીમને બીજી સફળતા, હેટમાયર આઉટ, સ્કોર- 102/2 (11.3 ઓવર)

શિમરોન હેટમાયર 12 બોલમાં 27 રન બનાવીને જસપ્રીત બુમરાહના બોલ પર આઉટ થયો છે. હાલ, રોસ્ટન ચેઝ અને શેરફેન રધરફોર્ડ ક્રીઝ પર છે.

ભારતીય ટીમને પહેલી સફળતા, શે હોપ આઉટ, સ્કોર- 68/1 (8.5 ઓવર)

શે હોપ 33 બોલમાં 32 રન બનાવીને વરૂણ ચક્રવર્તીના બોલ પર આઉટ થયો છે.

ચેઝ અને શે હોપ ઓપનિંગ કરવા ઉતર્યા

વેસ્ટ ઈન્ડિઝે પોતાની ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો છે. બ્રૈંડન કિંગ ટીમની બહાર છે તો રોસ્ટન ચેઝને ઓપનિંગ કરવા ઉતાર્યો છે. તેની સાથે કેપ્ટન શે હોપ. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 50ને પાર પહોંચ્યો છે. ભારતીય બોલરો વિકેટ માટે તરસ્યા છે.

શું વેસ્ટ ઈન્ડિઝની હાર નક્કી?

તમને જાણીને નવાઈ લાગશે કે વેસ્ટ ઈન્ડિઝે ભારતમાં ભારતીય ટીમ સામે પહેલા બેટિંગ કરતી વખતે ક્યારેય T20 મેચ જીતી નથી. તે 2018માં કોલકાતામાં પાંચ વિકેટથી હારી ગઈ, 2018માં ચેન્નાઈમાં છ વિકેટથી હારી ગઈ, 2019માં હૈદરાબાદમાં છ વિકેટથી હારી ગઈ અને 2022માં કોલકાતામાં છ વિકેટથી હારી ગઈ.

10 વર્ષ બાદ મુકાબલો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 વર્લ્ડ કપમાં 10 વર્ષ બાદ મેચ થઈ રહી છે. આ ચારમાંથી ત્રણ મેચોમાં ચેઝ કરનારી ટીમ જીતી છે. આ વખતે ભારત ચેઝ કરી રહ્યું છે.

ભારતે ટોસ જીત્યો, બોલિંગ પસંદ કરી

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ. 

વેસ્ટ ઈન્ડિઝ (પ્લેઈંગ ઈલેવન): શે હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યૂ ફોર્ડ, અકીલ હોસેન, ગુડાકેશ મોટી, શમર જોસેફ.

Leave a Reply

Your email address will not be published.