‘મેં ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી અંતર આત્માનો અવાજ સાંભળ્યો’ દમદાર ઈનિંગનું સેમસને રહસ્ય ખોલ્યું

Home » Latest Update » ‘મેં ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી અંતર આત્માનો અવાજ સાંભળ્યો’ દમદાર ઈનિંગનું સેમસને રહસ્ય ખોલ્યું
‘મેં-ફોન-અને-સોશિયલ-મીડિયા-બંધ-કરી-અંતર-આત્માનો-અવાજ-સાંભળ્યો’-દમદાર-ઈનિંગનું-સેમસને-રહસ્ય-ખોલ્યું

‘મેં ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી અંતર આત્માનો અવાજ સાંભળ્યો’ દમદાર ઈનિંગનું સેમસને રહસ્ય ખોલ્યું

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News

Google News

'મેં ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી અંતર આત્માનો અવાજ સાંભળ્યો' દમદાર ઈનિંગનું સેમસને રહસ્ય ખોલ્યું 1 - image

Sanju Samson: ટી20 વર્લ્ડ કપના સુપર 8ના છેલ્લા મુકાબલામાં ભારતીય ટીમના હીરો સંજૂ સેમસને ખરાબ ફોર્મથી આગળ વધવા મોબાઈલ ફોન જોવાનું ટાળી દીધું, ખાસ કરીને સોશિયલ મીડિયાથી દૂર રહ્યો, સેમસને ફોન અને સોશિયલ મીડિયા  એકાઉન્ટ્સ એ કારણે બંધ કરી દીધું કે ખરાબ ફોર્મમાં તેમનો આત્મવિશ્વાસ ડગમગી ન જાય, આખરે કરો યા મરોની મેચમાં શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં પહોંચાડી.

સંજુ સેમસને એકલા હાથે બાજી પલટી

વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં જીત મેળવવી ભારત માટે ખૂબ જ મહત્ત્વનું હતું. વિન્ડીઝે ભારત સામે 196 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો હતો. જોકે, ભારતની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ સંજુ સેમસને એકલા હાથે બાજી સંભાળી હતી. સેમસને માત્ર 50 બોલમાં 12 સિક્સર અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 97 રનની ઇનિંગ રમી હતી. તેની આ શાનદાર રમતને કારણે ભારતે 20મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવનો ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય આખરે ટીમને સેમિ ફાઈનલની ટિકિટ અપાવવામાં સફળ રહ્યો.

‘મારો ફોન બંધ કરી નાખ્યો, સોશિયલ મીડિયાથી દૂર રહ્યો’

સંજૂ સેમસને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મેં શૉટ કઈ રીતે અને ક્યાં મારવા તેના પર સતત કામ કર્યું, હું વધારે ફેરફાર કરવા માગતો ન હતો કેમ કે મને ખબર હતી કે જે પ્રકાર મારી રમત છે તેમાં સારું પ્રદર્શન કરી શકીશ. એટલા માટે મેં પોતાના પર વધુ ભરોસો રાખ્યો, મારો ફોન બંધ કરી નાખ્યો, સોશિયલ મીડિયાથી દૂર રહ્યો કારણ કે હું મારી અંતર આત્માની અવાજ સાંભળી શકું, મને ખુશી છે કે મેં એવી મેચમાં સારું પ્રદર્શન આપ્યું જે ખૂબ જ ખાસ હતી. 

‘જોખમ ભર્યા શૉટ રમાવાનું ટાળ્યું’

‘આ થોડું મુશ્કેલ લક્ષ્ય હતું, અમારી બેટિંગ લાઈનની મજબૂતી જોઈને મને લાગી રહ્યું હતું કે ઈડન ગાર્ડનમાં ઘુમ્મસ પડતાં 196 રનનું લક્ષ્ય હાંસલ કરવું આસાન સાબિત થઈ જશે. પરંતુ નિયમિત ગાળામાં વિકેટો પડતાં ટાર્ગેટ પડકાર જનક હતો. મારા અનુભવે ખૂબ જ ખાસ ભૂમિકા નિભાવી, મને સારી શરૂઆત મળી, વિકેટો પડ્યા બાદ મને લાગ્યું કે મારે જ મેચનો સકારાત્મક અંત કરવો પડશે. એટલા માટે જ મેં જોખમ ભર્યા શૉટ રમાવાનું ટાળ્યું અને ચોગ્ગા મારવા પર વધુ ધ્યાન આપ્યું.’

આ પણ વાંચો: આગાહી ખોટી ઠરતાં પાકિસ્તાની દિગ્ગજે ઝેર ઓક્યું, કહ્યું – ‘ટીમ ઈન્ડિયા હજુ સારું ક્રિકેટ નથી રમી રહી’

‘ખરાબ ફોર્મમાં હકારાત્મક વિચાર કરવાની કોશિશ કરી’

ન્યૂઝીલેન્ડ સામેની ખરાબ પ્રદર્શન અને તે સમયગાળા અંગે વાત કરતાં સંજૂ સેમસને કહ્યું કે, આ માનવીય પ્રકૃતિ છે કે આપણે નકારાત્મક વિચાર કરીએ છીએ, મેં પોતાનાને જ સવાલ કર્યો કે શું હું એવું કરી રહ્યો છું, ત્યારે જવાબ મળ્યો કે ન કરી શકું. જ્યારે મારા મનમાં એવા વિચાર  આવ્યા ત્યારે મેં તરત જ હકારાત્મક વિચાર કરવાની કોશિશ કરી, ન્યૂઝીલેન્ડ સામે હું સારું પ્રદર્શન કરવા માગતો હતો પણ અનુકૂળ ન રહ્યું, સૌભાગ્યથી મને 10 દિવસનો સમય મળી ગયો. મેં આત્મમંથન કર્યું, પોતાની જાતને તૈયાર કરી,  ઘણા લોકોએ મને સપોર્ટ કર્યો અને કહ્યું સંજૂ તે આ ફોર્મેટમાં ત્રણ આંતરરાષ્ટ્રીય શતક જડ્યા છે. આખરે મારુ સપનું સાચું થયું મેં ખૂબ ખાસ મેચમાં સારું પ્રદર્શન કર્યું. 

Leave a Reply

Your email address will not be published.