પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી

Home » Latest Update » પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી
પાકિસ્તાની-ખેલાડીએ-શ્રીલંકામાં-મહિલા-સ્ટાફ-સાથે-કર્યો-દુર્વ્યવહાર,-ટીમ-મેનેજરે-માંગવી-પડી-માફી

પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News

Google News

પાકિસ્તાની ખેલાડીએ શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે કર્યો દુર્વ્યવહાર, ટીમ મેનેજરે માંગવી પડી માફી 1 - image

Pakistan Cricket Team Controversy : ટી20 વર્લ્ડ કપમાં કંગાળ પ્રદર્શન કરીને બહાર ફેંકાયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની પ્રતિષ્ઠાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ, શ્રીલંકાના કેન્ડીમાં રમાયેલી સુપર-8 મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ હોટલના મહિલા હાઉસકીપીંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટના બાદ ટીમ મેનેજરે ખેલાડીને દંડ પણ ફટકાર્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

ટેલિકોમ એશિયા સ્પોર્ટના રિપોર્ટ અનુસાર, આ ઘટના પાકિસ્તાન અને યજમાન શ્રીલંકા વચ્ચેની છેલ્લી સુપર-8 મેચ પહેલા બની હતી. ‘ગોલ્ડન ક્રાઉન હોટલ’માં રોકાયેલા પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ મહિલા સ્ટાફ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જ્યારે ખેલાડીએ ગેરવર્તન કર્યું ત્યારે મહિલા સ્ટાફે મદદ માટે બૂમો પાડી હતી. હોટલના અન્ય સ્ટાફના સભ્યો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાને બચાવી હતી.

હોટલ મેનેજમેન્ટની મેનેજરે માફી માંગી

હોટલનું મેનેજમેન્ટ આ બાબતે કડક કાર્યવાહી કરવા માંગતું હતું, પરંતુ પાકિસ્તાની ટીમના મેનેજર નવેદ ચીમાએ ખેલાડી વતી માફી માંગી હતી અને ખેલાડી પર દંડ લગાવી મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો આંશિક રીતે થાળે પડ્યો હતો.

પીસીબી કડક એક્શન લેવાની તૈયારીમાં

આરોપી ખેલાડીનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેને પાકિસ્તાન પરત ફર્યા બાદ પીસીબીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. આ ગંભીર શિસ્તભંગ બદલ તેના પર મોટો પ્રતિબંધ કે વધુ દંડ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

પાકિસ્તાની ખેલાડીઓનો વિવાદીત ઇતિહાસ

પાકિસ્તાની ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ દ્વારા વિદેશી પ્રવાસ દરમિયાન ગેરવર્તન કરવાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રેપના આરોપમાં મેન્ચેસ્ટર પોલીસ દ્વારા હૈદર અલીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પુરાવાના અભાવે તે છૂટી ગયો હતો. થોડા વર્ષો અગાઉ મલેશિયા પ્રવાસ દરમિયાન મલંગ અલી પર મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લાગ્યો હતો. બાદમાં તેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

દંડ ફટકારીને સંતોષ

એક તરફ પાકિસ્તાની ટીમ મેદાન પર સતત હારી રહી છે, ત્યારે બીજી તરફ ખેલાડીઓની આવી હરકતોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ અને બદનામીમાં વધારો કર્યો છે. જો કે દર વખતની જેમ પાકિસ્તાની બોર્ડ આ વખતે પણ ખેલાડીને દંડ ફટકારીને જ સંતોષ માને તો નવાઇ નહી. 

Leave a Reply

Your email address will not be published.