અમદાવાદ સહિત 12 શહેરોમાં જામશે IPLનો રોમાંચ! BCCIએ બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ જાહેર કર્યું

Home » Latest Update » અમદાવાદ સહિત 12 શહેરોમાં જામશે IPLનો રોમાંચ! BCCIએ બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ જાહેર કર્યું
અમદાવાદ-સહિત-12-શહેરોમાં-જામશે-iplનો-રોમાંચ!-bcciએ-બીજા-ફેઝની-50-મેચોનું-લિસ્ટ-જાહેર-કર્યું

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News

Google News

અમદાવાદ સહિત 12 શહેરોમાં જામશે IPLનો રોમાંચ! BCCIએ બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ જાહેર કર્યું 1 - image

IPL 2026 Second Phase Schedule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL-2026ના બીજા તબક્કાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની બાકી રહેલી 50 મેચો આગામી 13 એપ્રિલથી 24 મે 2026 દરમિયાન અમદાવાદ સહિત 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. બીજા રાઉન્ડની મેચો માટે અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદીગઢ જેવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે.

બીજા તબક્કાની શરૂઆત 13 એપ્રિલથી થશે

ટૂર્નામેન્ટના આ બીજા તબક્કાની શરૂઆત 13 એપ્રિલના રોજ હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલાથી થશે. આ સમયગાળા દરમિયાન કુલ આઠ ડબલ-હેડર મેચો રમાશે જેમાં બપોરની મેચ ભારતીય સમય અનુસાર 3:30 વાગ્યે અને સાંજની મેચ 7:30 વાગ્યે શરૂ થશે.

અમદાવાદ સહિત 12 શહેરોમાં જામશે IPLનો રોમાંચ! BCCIએ બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ જાહેર કર્યું 2 - image

અમદાવાદ સહિત 12 શહેરોમાં જામશે IPLનો રોમાંચ! BCCIએ બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ જાહેર કર્યું 3 - image

આ પણ વાંચો : 3 કરોડ, સરકારી નોકરી મળી રહી છતાં નિમણૂક પત્ર લેવા કેમ ન આવ્યો રિંકુ સિંહ, થયો ખુલાસો!

પ્લેઓફ મેચોની આગામી સમયમાં કરાશે

પંજાબ કિંગ્સ તેની હોમ મેચો ન્યૂ ચંદીગઢ અને ધર્મશાલામાં રમશે જેમાં ત્રણ મેચો ધર્મશાલા ખાતે યોજાશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ જયપુરમાં ચાર હોમ મેચ રમશે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ત્રણ મેચ બેંગલુરુમાં અને બે મેચ રાયપુરમાં રમશે. પ્લેઓફ મેચો કયા સ્થળે યોજાશે તેની જાહેરાત બીસીસીઆઈ દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો

Leave a Reply

Your email address will not be published.