CJI BR Gavai: ભારતના ચીફ જસ્ટિસ (CJI) બી. આર. ગવઇએ કહ્યું છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો ન્યાયપાલિકા, કારોબારી અને વિધાનસભા તેના હેઠળ કાર્ય કરે છે. એટલું જ નહીં, સીજેઆઈએ એમ પણ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સંસદ સર્વોપરી છે, પરંતુ મારા મતે બંધારણ સર્વોપરી છે.
ભારતમાં જ બંધારણ જ સર્વોપરી છે
થોડાં દિવસો પહેલા જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘સંસદ સર્વોપરી છે.’ એવામાં CJI બી. આર. ગવઈ તેમના વતન અમરાવતીમાં તેમના સન્માન સમારોહમાં સંસદ, ન્યાયતંત્ર અને બંધારણ વચ્ચે સર્વોચ્ચતા પર ચર્ચાને આગળ ધપાવતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
આ અંગે તેમણે કહ્યું હતું કે, ‘ભારતનું બંધારણ દેશમાં સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો બંધારણ અનુસાર કાર્ય કરે છે. સંસદ પાસે ચોક્કસપણે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પરંતુ તે ક્યારેય બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરી શકે નહીં.’

Leave a Reply