કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો

કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટના લીધે નિધન; મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો

પ્રખ્યાત રિમિક્સ ગીત ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેફાલીને શુક્રવારે રાત્રે બેભાન અવસ્થામાં અંધેરી વેસ્ટ (મુંબઈ) સ્થિત બેલેવ્યુ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. છાતીમાં દુખાવાને કારણે, તેમના પતિ પરાગ ત્યાગી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, 42 વર્ષીય શેફાલીનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

શેફાલી જરીવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં “કાંટા લગા” ગીતથી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ ગીત લાંબા સમય સુધી વિવાદમાં પણ રહ્યું હતું.