કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે

કોંગ્રેસના બે દિગ્ગજો વચ્ચે સમાધાન, 5 વર્ષ સુધી સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી રહેશે

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવાની ચર્ચા પર પૂર્ણવિરામ મુક્યું છે. સિદ્ધારમૈયાએ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, ‘હા, 5 વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે?’ સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે  ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકાય છે.

ડીકે શિવકુમારે પણ આપી પ્રતિક્રિયા 

ડીકે શિવકુમારે પણ પ્રતિકિયા આપી અને કહ્યું કે, ‘મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારે પાર્ટીના નિર્ણયનો સ્વીકાર કરવો પડશે અને હું મુખ્યમંત્રીની સાથે ઊભો રહીશ. લાખો લોકોએ પાર્ટીને ટેકો આપ્યો છે અને હું પાર્ટીના નિર્ણયોનું પાલન કરીશ.’

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને એમ પણ કહ્યું કે, ‘જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હોય છે, ત્યારે નેતૃત્વ પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. પાર્ટી શિસ્ત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેં ક્યારેય કોઈને મને મુખ્યમંત્રી બનાવવા માટે કહ્યું નથી.’

કર્ણાટકના બંને ટોચના નેતાઓના નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે પાર્ટીના ધારાસભ્યો ઘણા અઠવાડિયાથી ખુલ્લેઆમ માંગ કરી રહ્યા હતા કે શિવકુમારને તેમના કાર્યકાળની મધ્યમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.