નીતિન ગડકરીએ કરી ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી; કહ્યું ‘વૈશ્વિક તાણાવણ અને તાનાશાહીથી શાંતિ ખોરવાઈ રહી છે’

નીતિન ગડકરીએ કરી ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી; કહ્યું ‘વૈશ્વિક તાણાવણ અને તાનાશાહીથી શાંતિ ખોરવાઈ રહી છે’

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની ગંભીર આગાહી કરી છે. નાગપુરમાં આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા જિઓ-પોલિટિકલ તણાવને જોતા કહ્યું કે, “વિશ્વ કોઈપણ ક્ષણે યુદ્ધના ભઠ્ઠમાં ધકેલાઈ શકે છે.”

‘બિયોન્ડ બોર્ડર્સ’ પુસ્તક વિમોચન દરમિયાન વ્યક્ત કરી ચિંતા

ગડકરી નાગપુર ખાતે ‘બિયોન્ડ બોર્ડર્સ’ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધો માનવજાતિ માટે ગંભીર ચેતવણીરૂપ છે. આ યુદ્ધોએ અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે અને વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય અર્થતંત્રને તબાહ કરી નાખ્યા છે.

“વિશ્વ યુદ્ધની સ્થિતિ ઉભી થઇ રહી છે”

ગડકરીએ કહ્યું કે, મહાસત્તાવાળા દેશોની તાનાશાહી અને સરમુખત્યારશાહીથી શાંતિ, પ્રેમ અને એકતા ખોરવાઈ રહી છે. વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધી રહી છે અને એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે જેમાં કોઈ પણ ક્ષણે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે.

ટેકનોલોજીથી યુદ્ધના સ્વરૂપમાં ફેરફાર

તેઓએ વધુમાં જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજી યુદ્ધની રીતને પણ બદલી રહી છે. હવે ટેન્કો અને વિમાનો કરતાં મિસાઈલો અને ડ્રોન દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે, જેને કારણે સામાન્ય નાગરિકો સૌથી વધુ અસરગ્રસ્ત બની રહ્યા છે. આ એક ગંભીર સમસ્યા છે, જેના પર વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચાઓ થવી જોઈએ.

ભારત શાંતિનો પ્રવક્તા રહ્યું છે

ગડકરીએ ભારતના સાંસ્કૃતિક મૂલ્યોની સરાહના કરતાં જણાવ્યું કે, ભારત એ ભગવાન બુદ્ધની ધરતી છે, અને એણે હંમેશા વિશ્વને અહિંસા, શાંતિ અને સત્યનો સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે આજના યુગમાં માનવ મૂલ્યોને જાળવી રાખવું પડકારરૂપ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published.