અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક આક્રમક નીતિઓ અપનાવી રહ્યા છે. હવે તેમણે ભારતના મિત્ર ગણાતા દેશો સહિત વધુ સાત દેશો પર ભારે ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ખાસ કરીને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાડીને આર્થિક ઝટકો આપ્યો છે. આ નવા ટેરિફનો અમલ આગામી 1 ઓગસ્ટથી થશે.
આ દેશો પર લાગશે ટેરિફ:
- બ્રાઝિલ – 50%
- અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા – 30%
- બ્રુનેઈ અને મોલ્ડોવા – 25%
- ફિલિપાઇન્સ – 20%
બ્રાઝિલ-America વચ્ચે ટકરાવ
ટ્રમ્પના આ નિર્ણયથી બ્રાઝિલની સરકારમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ આર્થિક બદલો લેવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે બ્રાઝિલ પર ટેરિફ લગાવવાના પગલાને યોગ્ય ગણાવી કારણ આપતાં જણાવ્યું કે તે દેશમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો સાથે થઈ રહેલા વર્તનને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
બોલસોનારો સામે સત્તાપલટાનું ષડયંત્ર રચવાનો આરોપ ચાલી રહ્યો છે. લૂલાએ જવાબ આપતાં જણાવ્યું કે, “બ્રાઝિલનું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે, અને કોઈ પણ બાહ્ય દબાણના આગળ નહીં વળે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંસા કે નફરત ફેલાવવી નથી.”
BRICS દેશો પણ નિશાન પર
ટ્રમ્પે BRICS દેશોને પણ ખુલ્લી ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવી વિકસતી અર્થવ્યવસ્થાઓ પર પણ વધારાના 10% ટેરિફ લાગુ કરવાની તૈયારી છે. આ અગાઉ તેમણે મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ જેવા દેશો પર પણ ટેરિફ લાગુ કરેલો છે.

Leave a Reply